Get The App

ચાંદીએ ફરી તમામ રૅકોર્ડ તોડ્યા! આજે ફરી જોરદાર વધારો, સોનું થયું સસ્તું

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીએ ફરી તમામ રૅકોર્ડ તોડ્યા! આજે ફરી જોરદાર વધારો, સોનું થયું સસ્તું 1 - image


Gold-Silver Price Today : આજે 16 જાન્યુઆરીના રોજ ચાંદીની કિંમતમાં સતત ચોથા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ ઍસોસિએશન (IBJA) અનુસાર, ચાંદીની કિંમતમાં શરુઆતમાં રૂ. 5,208નો વધારો થતા તે રૂ.2,82,720 પ્રતિ કિલોના ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગઈ હતી. પરંતુ બજાર બંધ થતા સમયે સામાન્ય ઘટાડા સાથે 2,81,890 પ્રતિ કિલોના ભાવ નોંધાયા હતા. અગાઉ 14 જાન્યુઆરીએ ચાંદીની કિંમત રૂ.2,77,512 હતી. નોંધનીય છે કે માત્ર ચાર દિવસમાં ચાંદી રૂ.40,000 જેટલી મોંઘી થઈ છે.

સોનાની કિંમતમાં ત્રણ દિવસની તેજી બાદ વિરામ

બીજી તરફ, સોનાની કિંમતમાં સતત ત્રણ દિવસની તેજી પછી આજે ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનાનો ભાવ (10 ગ્રામ) આજે રૂ.298 ઘટીને રૂ.1,41,717 પર ખુલ્યો હતો. અગાઉ 14 જાન્યુઆરીએ સોનાએ રૂ.1,42,015નો સર્વોચ્ચ (All-time high) સ્તર બનાવ્યો હતો.

શહેરો અને બૅંકોમાં રેટ અલગ કેમ હોય છે?

IBJA દ્વારા જાહેર કરવામાં આવતા ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ કે જ્વેલર્સના પ્રોફિટ માર્જિનનો સમાવેશ હોતો નથી, તેથી અલગ-અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ હોઈ શકે છે. જોકે, IBJAના રેટ્સનો ઉપયોગ RBI દ્વારા 'સોવરેન ગોલ્ડ બોન્ડ'(SGB)ની કિંમત નક્કી કરવા માટે થાય છે. આ ઉપરાંત, અનેક બૅંકો ગોલ્ડ લોન આપતી વખતે પણ આ કિંમતોને જ આધાર માને છે.

વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

ગત વર્ષ 2025 કિંમતી ધાતુઓ માટે ઐતિહાસિક રહ્યું છે:

સોનું: 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ.57,033 વધીને રૂ.1,33,195 પર પહોંચ્યો હતો.

ચાંદી: આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂ.1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ.86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂ.2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી.