એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold Silver Market Crash: આજે 12 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વલર્સ એસોસિએશન (IBJA) મુજબ, એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી ગઈ છે, જે હાલ પ્રતિ કિલો 2,59,133 પર આવી ગઈ છે. આ પહેલા બુધવારે ચાંદીની કિંમત 2,66,449 પ્રતિ કિલો હતી.
સોનાની કિંમતમાં 1,672 રૂપિયાનો ઘટાડો
તો બીજી તરફ આજે સોનાની કિંમતમાં પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,672 રૂપિયા ઘટી 1,55,650 પર આવી ગઈ છે. આ પહેલા બુધવારે 1,57,322 પ્રતિ 10 ગ્રામ હતી. મહત્ત્વનું છે કે 29 જાન્યુઆરીએ સરાફા બજારમાં સોનું 1,76,121 રૂપિયા તેમજ ચાંદી 3,85,933 રૂપિયાનો ઓલ ટાઇમ હાઇ રૅકોર્ડ પર હતી.
43 દિવસ.. સોના ચાંદીમાં શું થયું?
31 ડિસેમ્બર 2025 એ 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,33,195 રૂપિયા પર હતું, જે હવે 1,56,147 રૂપિયા થઈ ગયું છે. 31 ડિસેમ્બર 2025 એ એક કિલો ચાંદીની કિંમત 2,30,420 હતી જે હવે 2,59,133 પ્રતિ કિલો થઈ ગઈ છે. ચાલુ વર્ષ 43 દિવસમાં જ સોનાની કિંમતમાં 22,455 રૂપિયાનો વધારો તો ચાંદીની કિંમતમાં 28,713 વધારો જોવા મળ્યો છે.
શહેર: સોનાના ભાવ (રૂપિયા/10 ગ્રામ) [શહેર પ્રમાણે ભાવમાં ફેરફાર થાય છે]
ચેન્નઈ: 1,59,280
જયપુર: 1,58,550
દિલ્હી: 1,58,550
પટના: 1,58,550
અમદાવાદ: 1,58,450
લખનૌ: 1,58,450
ભોપાલ: 1,58,450
મુંબઈ: 1,58,400
કોલકાતા: 1,58,400
રાયપુર: 1,58,400
આ પણ વાંચો: તાનાશાહની 'લાડલી' હવે બનશે બોસ! કિમ જોંગ ઉને 13 વર્ષની પુત્રીને બનાવી ઉત્તરાધિકારી
વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ
31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ.57,033 વધીને રૂ.1,33,195 પર પહોંચ્યો હતો. આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂ.1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ. 86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂ. 2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો વર્ષ 2025માં સોનાએ 75% તો ચાંદીએ 167%એ રિટર્ન આપ્યું છે.








