Gold-Silver Rate : સોના-ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ, જાણી લો તમારા શહેરના ભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver News : રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર સતત ચાલુ છે. ગુરુવારે સવારે પણ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેની પાછળ મુખ્યત્વે નફાવસૂલી અને અમેરિકાના મોંઘવારીના આંકડાની રાહ જેવા પરિબળો જવાબદાર છે. જોકે, ભારતીય વાયદા બજાર (MCX)માં 'ગેપ-ડાઉન' ઓપનિંગ બાદ રિકવરી જોવા મળી હતી.
અમદાવાદ અને દેશના બજારોમાં શું છે ભાવ?
આજે, ગુરુવારે, ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
અમદાવાદ: શહેરના બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,25,900 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,15,410 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
રાષ્ટ્રીય સ્તર: દેશના અન્ય મોટા શહેરો જેવા કે મુંબઈ અને દિલ્હીમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,26,000ની આસપાસ રહ્યો હતો.
ચાંદી: ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. અમદાવાદ અને મુંબઈના બજારોમાં ચાંદીનો ભાવ ₹1,60,000 પ્રતિ કિલોગ્રામની આસપાસ રહ્યો હતો.
MCX પર જોવા મળી ઉલટી ગંગા એક તરફ હાજર બજારમાં ઘટાડો હતો, તો બીજી તરફ મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. MCX પર સોનું ₹1000 વધીને ₹1,22,895 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹1100 વધીને ₹1,46,655 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી હતી. બજારના નિષ્ણાતોના મતે, બુધવારના મોટા વૈશ્વિક કડાકા બાદ આજે ભારતીય વાયદા બજાર 'ગેપ-ડાઉન' (નીચા સ્તરે) ખુલ્યું હતું, જે બાદ આ રિકવરી જોવા મળી છે.
ભાવ કેમ ઘટી રહ્યા છે?
નિષ્ણાતોના મતે, ભાવ ઘટાડા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો છે:
નફાવસૂલી: રેકોર્ડ ઉછાળા બાદ રોકાણકારો મોટા પાયે નફો બુક કરી રહ્યા છે.
વૈશ્વિક સંકેતો: રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાના સંકેતો અને અમેરિકા-ભારત વચ્ચે ડીલની આશા જેવા સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે.
અમેરિકાાાના ડેટાની રાહ: રોકાણકારો શુક્રવારે જાહેર થનારા અમેરિકાના મોંઘવારીના આંકડા (CPI)ની રાહ જોઈ રહ્યા છે, જે ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગેના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ટૂંકા ગાળાના આ ઘટાડા છતાં, વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે મધ્યમ ગાળામાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહી શકે છે.









