Business

સોના-ચાંદી તથા પ્લેટીનમમાં ઘટાડો બ્રેન્ટક્રૂડ જો કે વધી ૧૦૦ ડોલર પાર

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતા અને ફંડોના વેચાણથી સોનું 4119 ડોલર થયું. અમદાવાદમાં સોનું 500 અને ચાંદી 1000 રૂપિયા ઘટી. ઈરાન દ્વારા હોર્મુઝ રૂટ પર ટેન્કરો પર હુમલા વધતા ક્રૂડતેલના ભાવ વધ્યા. આગામી 12 મહિનામાં સોનું 5000 ડોલર થશે તેવી આગાહી કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદી તથા પ્લેટીનમમાં ઘટાડો બ્રેન્ટક્રૂડ જો કે વધી ૧૦૦ ડોલર પાર

ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ
હોર્મુઝ રુટ પર પસાર થતા ટેન્કરો પર ઈરાનના હુમલાઓ વધ્યા સોનામાં ચીનની માગ વધી: બાર માસમાં ભાવ ૫૦૦૦ ડોલર થશે
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો નોંંધાયો હતો. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં જોકે રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ રૂપિયા સામે ઉછળતાં દેશના ઝવેરી બજારોમાં ભાવ ઘટાડો આજે તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના સૂત્રોએ ઉમંર્યું હતું.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઘટયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ મળ્યા હતા.વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે ઘટી નીચામાં ઔંસના ૪૧૧૯થી ૪૧૨૦ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં અમેરિકાના ફેડરલ રિઝર્વની છેલ્લી મિટિંગની બહાર પડનારી મિનિટસ પર ખેલાડીઓની નજર રહી હતી. જો કે ચીનની ખરીદી વધતાં ચીન દ્વારા છેલ્લા સતત ૨૩ મહિનાથી સોનાનું રિઝર્વ તથા સોનાની ખરીદી વધારાઈ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, લંડન બુલિયન માર્કેટ એસોસીએશનની વાર્ષિક પરિષદ ઈટલીમાં મળી હતી તથા આ પરિષદમાં વૈશ્વિક સોનાના ભાવ આગામી બાર મહિનામાં વધી ઔંસના ૫૦૦૦ ડોલર ઉપર જશે એવી આગાહી કરવામાં આવતાં વિશ્વ બજારમાં આ પ્રશ્ને પણ ખાસ્સી ચર્ચા જન્મી હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવ ઘટાડા પર રહ્યા હતા. ચાંદીના ભાવ ઘટી ઔંસના ૬૦.૧૦ ડોલ ર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઘટી ૧૬૩૫થી ૧૬૩૬ ડોલર અને પેલેડીયમના ભાવ ઘટી ૧૧૩૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૭૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૭૧૭૫ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૭૭૬૭ બોલાતા થયા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર આજે રૂ.૨૦૦૦ ઘટી રૂ.૨૨૦૮૬૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા૩ રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૧૨૮૫ વાળા ઝડપી તૂટી રૂ.૫૬૦૯૫ બોલાયા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૨૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૫૦૦ રહ્યા હતા અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૨૫૦૦૦ બોલાયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ આશરે એક ટકો વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૦૦ ડોલર પાર કરી ૧૦૧.૬૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૯૦.૩૫ ડોલર રહ્યા હતા. હોર્મુઝ રુટમાં પસાર થતા ટેન્કરો પર ઈરાન દ્વારા હુમલાઓ વધારવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૨૧ લાખ બેરલ્સ ઘટયાના સમાચાર પણ મળ્યા હતા.