Business

સોનું ઉછળી રૂ.૧૫૩૦૦૦: બે દિવસમાં રૂ.૬૫૦૦ વધ્યા: વિશ્વ બજાર ઉંચકાઇ

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. વિશ્વ બજારમાં સેન્ટ્રલ બેન્કોની ખરીદી વધતા સોનાના ભાવ $4300ને પાર પહોંચ્યા હતા. અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવ રૂ.3000 વધી રૂ.1,53,000 થયા. ચાંદી કિલોદીઠ રૂ.2,24,000 રહી. ક્રૂડતેલમાં બેતરફી વધઘટ વચ્ચે અમેરિકામાં ઇમરજન્સી સ્ટોક 45 વર્ષના તળિયે પહોંચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું ઉછળી રૂ.૧૫૩૦૦૦: બે દિવસમાં રૂ.૬૫૦૦ વધ્યા: વિશ્વ બજાર ઉંચકાઇ

ક્રૂડમાં બેતરફી વધઘટ: સાઉદીએ સપ્ટેમ્બર માટે ક્રૂડના ભાવ ઘટાડયા
અમેરિકામાં ક્રૂડના ઈમરજન્સી સ્ટોકમાં ઘટાડાથી અજંપો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી ઝડપી આગળ વધી હતી. ચાંદીમાં આગેકૂચ ધીમી પડી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંસના ઉંચામાં ૪૩૦૦ ડોલર પાર કરી ગયા હતા. વિશ્વ બજારમાં સોનામાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદી વધ્યાના વાવડ મળ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઘરઆંગણાના ઝવેરી બજારોમાં તેજીનો પવન ફૂંકાયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦૦ વધતાં બે દિવસમાં ભાવ રૂ.૬૫૦૦ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૨૦૬ વાળા વધી ૪૩૦૪ થઈ ૪૨૫૮થી ૪૨૫૯ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની ખરીદી વધી હતી. દરમિયાન, વિશ્વની વિવિધ સેન્ટ્રલ બેન્કોએ જૂનમાં આશરે ૫૧ ટન સોનાની ખરીદી કરતાં છ મહિનાનો રેકોર્ડ તૂટયો હતો. સોનાના ભાવ વધી બે મ હિનાની ટચે પહોંચ્યા હતા. ચીન તથા પોલેન્ડ દ્વારા સોનાની ખરીદી વધારાઈ છે. રશિયાએ સોનું વેંચ્યાના સમાચાર પણ મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૨૪૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૬૨.૪૫ વાળા ઉંચામાં ભાવ ૬૨.૯૦ ડોલર થયા પછી નીચામાં ભાવ ૬૧.૫૪ થઈ ૬૧.૭૧થી ૬૧.૭૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધુ રૂ.૨૮૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૭૮૪૬ તથા ૯૯૯ના રૂ.૧૪૮૪૪૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર આજે વધુ રૂ.૧૧૦૦ વધી રૂ.૨૨૫૬૭૪ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૬૦૪૪૩૩ થઈ રૂ.૬૦૧૫૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૬૨થી ૧૭૬૩ વાળા ઉંચામાં ૧૭૮૯ તથા નીચામાં ભાવ ૧૭૩૫ થઈ ૧૭૪૯થી ૧૭૫૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાલવ ૧૩૮૪ વાળા ૧૩૯૯ થયા પછી નીચામાં ૧૩૬૬ થઈ ૧૩૮૬થી ૧૩૮૭ ડોલર રહ્યા હતા.વૈશ્વિક કોપરના ભાવ આ જે ૦.૯૪ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બેરલના ભાવ બ્રેન્ટ ક્રૂડના નીચામાં ૭૮.૯૨ તથા ઉંચામાં ભાવ ૮૦.૬૯ થઈ વ૮૦.૨૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૪.૫૭ તથા ઉંચામાં ભાવ ૭૬.૨૩ થઈ ૭૫.૬૯ ડોલર રહ્યા હતા.
અમેરિકા પાસે હવે માત્ર ૪૩ દિવસ ચાલે એટલો જ ઈમરજન્સી ક્રૂડનો સ્ટોક સિલ્લક રહ્યાના સમાચાર હતા. આવો સ્ટોક ઘટી ત્યાં ૪૫ વર્ષના તળિયે ઉતર્યો હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું હતું.