Get The App

સોનામાં રૂ.3000ની તેજી અને ચાંદીમાં રૂપિયા 13000નો ઉછાળો

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં રૂ.3000ની તેજી અને ચાંદીમાં રૂપિયા 13000નો ઉછાળો 1 - image

- યુદ્ધ વિરામ વચ્ચે વૈશ્વિક સોનું ઉછળી 4800 ડોલર કુદાવી ગયું!

- વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધિ વચ્ચે દેશના ઝવેરી બજારો આજે ઝડપી ઉંચકાયા હતા

- સોનું-1,55500 ચાંદી -2,40000

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં  ઝડપી તેજી આવી હતી.ઈરાન-અમેરિકાના યુદ્ધ વિરામના પગલે વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઝડપી ઉછળ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધી વચ્ચે દેશના ઝવેરી બજારો આજે ઝડપી ઉંચકાયા હતા. યુદ્ધ વિરામ વચ્ચે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. 

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૦૦૦ ઉછળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૩૩૦૦ વધ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૧૩ હજાર ઉછળ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજેં સોનાના ભાવ ઔંસના ૪૬૬૦થી ૪૬૬૧ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૪૮૫૬૬ થઈ ૪૭૯૦થી ૪૭૯૧ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૭૨.૨૦ વાળા વધી ઉંચામાં ભાવ ૭૭.૬૪ થઈ ૭૬.૭૪ થી ૭૬.૭૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંસના ૧૯૫૨ વાળા વધી  ઉંચામાં ભાવ ૨૦૯૭ થઈ ૨૦૬૭થી ૨૦૬૮ ડોલર રહ્યા હતા. 

જ્યારે પેલેડીયમના ભાવ ઔંસના ૧૪૬૭ વાળા ઉંચામાં ભાીવ ૧૬૨૪ થઈ ૧૬૦૨થી ૧૬૦૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૩.૩૫ ટકા ઉંચકાયા હતા.

ચાંદીના ભાવ વધી રૂ.૨૪૪૪૪૩ થઈ રૂ.૨૪૪૦૪૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન,મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૫૦૦ ઉછળ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી રૂ.૬૭ હજાર પાર કરી રૂ.૬૭૦૭૮ રહ્યા હતા.