For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Gold Prices: અમદાવાદ ખાતે સોનાના ભાવમાં નજીવો ઘટાડો, ચાંદીની કિંમત સ્થિર, જાણો આજના ભાવ

Updated: May 8th, 2024

Gold Prices: અમદાવાદ ખાતે સોનાના ભાવમાં નજીવો ઘટાડો, ચાંદીની કિંમત સ્થિર, જાણો આજના ભાવ

Gold Prices Today: અમદાવાદ ખાતે સોના-ચાંદીની ઘરાકીમાં કોઈ ખાસ વૃદ્ધિ ન રહેતાં સોનાના ભાવ આજે રૂ. 100 ઘટી રૂ. 73900 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીની કિંમત રૂ. 82000 પ્રતિ કિગ્રા પર સ્થિર રહી હતી.

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ખાતે સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,163ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,315 અને નીચામાં રૂ.70,901ના મથાળે અથડાઈ, રૂ.68 વધી રૂ.71,216ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.94 વધી રૂ.57,527 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.7,015ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.56 વધી રૂ.71,192ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.82,878ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.83,117 અને નીચામાં રૂ.82,300ના મથાળે અથડાઈ, રૂ.122 વધી રૂ.83,000ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.126 વધી રૂ.82,920 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.88 વધી રૂ.82,878 બોલાઈ રહ્યો હતો. 

જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વધતાં સેફ-હેવન માંગના સમર્થનને કારણે ગઈકાલે સોના-ચાંદીની કિંમત વધી હતી પરંતુ મજબૂત યુએસ ડૉલરના દબાણને સરભર કરતાં બુધવારે સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. વૈશ્વિક સ્તરે સ્પોટ સોનું 1127 જીએમટી દ્વારા ઔંસ દીઠ $2,315.98 પર ફ્લેટ હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.01% ઘટીને $2,324.00 પ્રતિ ઔંસ હતું.

આ વર્ષે ફેડરલ રિઝર્વ રેટ કટ પર નવેસરથી નિર્ણય લઈ શકે છે. જેથી કેટલાક નુકસાનની ભરપાઈ કરીને યુએસ ડૉલર મજબૂત સ્થિતિમાં ટ્રેડ થઈ રહ્યો છે.



Gujarat