Business

સોનામાં ઘટાડો: ચાંદીમાં બે દિવસમાં રૂ.4000 તૂટયા: ક્રૂડમાં ફરી પીછેહટ

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.500 ઘટીને 999નો રૂ.152500 થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ રૂ.2000 તૂટીને રૂ.222000 થયો હતો. ડોલર સામે રૂપિયો મજબૂત થતાં આયાત ખર્ચ ઘટ્યો હતો. ઓપેકે ક્રૂડની માંગનો અંદાજ ઘટાડતા ભાવ બેકફૂટ પર આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનામાં ઘટાડો: ચાંદીમાં બે દિવસમાં રૂ.4000 તૂટયા: ક્રૂડમાં ફરી પીછેહટ

ક્રૂડની માંગનો અંદાજ ઓપેકે ઘટાડતાં ભાવ બેકફૂટ પર
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી તૂટી જતાં ઝવેરી બજારમાં કિંમતી ધાતુઓની ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉ તરી હતી તથા તેના પગલે તહેવારો ટાંણે બજાર ભાવ ઘટતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર જો કે બેતરફી વધઘટ બતાવી રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૨૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૨૦૦૦ તૂટી રૂ.૨૨૨૦૦૦ રહ્યા હતા. ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૪૦૦૦ ગબડયા હતા

.દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ૬૦.૬૧ વાળા નીચામાં ભાવ ૫૯.૫૭ થઈ ૬૦.૩૯થી ૬૦.૪૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૧૭૧ વાળા જો કે વધી ઉંચામાં ભાવ ૪૨૦૦ થઈ ૪૧૮૫થી ૪૧૮૬ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ ગબડી નીચામાં રૂ.૯૫ નજીક ચાલુ બજારે ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૪૦૦થી ૫૦૦ ઘટી રૂ.૧૪૭૦૨૬ તથા ૯૯૯ના રૂ.૧૪૭૬૧૭ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૩૦૦ તૂટી રૂ.૨૧૯૦૩૮ રહ્યા હતા.મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૦૭૧૭ વાળા રૂ.૬૦૫૭૮ ખુલી રૂ.૬૦૭૫૩ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૬૯૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૧૪૯ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૪ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ૧૦૬.૦૬ વાળા નીચામાં ભાવ ૧૦૪.૩૫ થઈ ૧૦૪.૭૯ ડોલર રહ્યા હતા. ક્રૂડની વૈશ્વિક માગનો ગ્રોથ જે વર્ષના આરંભમાં દૈનિક ૧૪ લાખ બેરલ્સ બતાવાયો હતો તે હવે ઘટાડી ૪ લાખ બેરલ્સ કરાયાનું ઓપેકના સૂત્રોએ જણાવ્યું હતું.