Business

NBFC દ્વારા ગોલ્ડ લોનમાં સપ્ટેમ્બરમાં ૬૬%નો ઉછાળો નોંધાયો

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: NBFCs દ્વારા સોના સામેની લોન સપ્ટેમ્બર 2026માં વાર્ષિક ધોરણે 66.1% વધીને ₹3.74 લાખ કરોડ થઈ છે. રિઝર્વ બેંકના ક્રેડિટ ડેટા મુજબ, આ વૃદ્ધિ રિટેલ લોન પોર્ટફોલિયોમાં સૌથી ઝડપી છે. ઊંચા સોનાના ભાવને કારણે ગ્રાહકોને વધુ લોન મળી રહી છે. જોકે, આ મજબૂત વૃદ્ધિએ જોખમ મૂલ્યાંકન પ્રક્રિયા પર પણ ધ્યાન દોર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

NBFC દ્વારા ગોલ્ડ લોનમાં સપ્ટેમ્બરમાં ૬૬%નો ઉછાળો નોંધાયો

મજબૂત વૃદ્ધિએ આ સેગમેન્ટની અન્ડરરાઇટિંગ પદ્ધતિઓ (જોખમ મૂલ્યાંકન પ્રક્રિયા) તરફ પણ ધ્યાન દોર્યું
અમદાવાદ : નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) દ્વારા સોનાના દાગીના સામે આપવામાં આવતી બાકી લોન (આઉટસ્ટેન્ડિંગ ગોલ્ડ લોન) સપ્ટેમ્બર ૨૦૨૬માં વાર્ષિક ાૃધોરણે (Y-o-Y) ૬૬.૧ ટકા વાૃધીને રૂ.૩.૭૪ લાખ કરોડ થઈ છે, જેનાથી તે તેમના રિટેલ લોન પોર્ટફોલિયોમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા સેગમેન્ટ્સ પૈકી એક બની ગયું છે.
રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા ક્રેડિટ ડેટાના તાજેતરના ક્ષેત્રીય વિશ્લેષણ મુજબ, વૃદ્ધિનો આ દર સપ્ટેમ્બર ૨૦૨૫માં નોંધાયેલા ૫૦.૭ ટકા કરતાં નોંધપાત્ર રીતે વાૃધુ હતો.
વાસ્તવિક આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો, એક વર્ષના સમયગાળામાં ગોલ્ડ લોનમાં આશરે રૂ. ૧.૪૯ લાખ કરોડનો વધારો થયો છે. આ સેગમેન્ટમાં વિસ્તરણ સોનાના ઊંચા ભાવો વચ્ચે આવ્યું છે, જેના કારણે ગિરવે મુકેલા સોનાનું મૂલ્ય વધ્યું છે અને લોન લેનારાઓ પોતાના દાગીના સામે વાૃધુ રકમ મેળવવા સક્ષમ બન્યા છે.
આ સેગમેન્ટની વૃદ્ધિ અન્ય મુખ્ય રિટેલ લોન કેટેગરીઝ કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે. એનબીએફસી દ્વારા કુલ રિટેલ લોન સપ્ટેમ્બરમાં વાર્ષિક ાૃધોરણે ૨૧.૯ ટકા વધીને રૂ. ૨૬.૮૪ લાખ કરોડ થઈ હતી, જ્યારે અગાઉના વર્ષે આ વૃદ્ધિ ૧૬.૮ ટકા હતી. વાહન લોન (વ્હીકલ લોન) ૧૬.૧ ટકા વધીને રૂ. ૬.૪૬ લાખ કરોડ થઈ હતી, જ્યારે હાઉસિંગ લોન ૧૨.૬ ટકા વાૃધીને રૂ. ૮.૭ લાખ કરોડ થઈ હતી. સપ્ટેમ્બરમાં એનબીએફસી ના કુલ રિટેલ લોન પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનનો હિસ્સો લગભગ ૧૪ ટકા જેટલો હતો, જે િધરાણ માળખામાં તેનું વધતું મહત્વ દર્શાવે છે. જોકે, આ મજબૂત વૃદ્ધિએ આ સેગમેન્ટની અન્ડરરાઇટિંગ પદ્ધતિઓ (જોખમ મૂલ્યાંકન પ્રક્રિયા) તરફ પણ વધુ ધ્યાન દોર્યું છે.