Get The App

ઊંચા મૂલ્યને કારણે સોનાનું આયાત બિલ ગત નાણાં વર્ષમાં વિક્રમી સપાટીએ રહ્યું

- ચાંદીનું આયાત મૂલ્ય ૧૫૦ ટકા વધી ૧૨ અબજ ડોલર પહોંચ્યુ

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
ઊંચા મૂલ્યને કારણે સોનાનું આયાત બિલ ગત નાણાં વર્ષમાં વિક્રમી સપાટીએ રહ્યું 1 - image

મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં દેશમાં સોનાચાંદીની આયાતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવને કારણે મૂલ્યની દ્રષ્ટિએ આયાત આંક ઊંચો જોવા મળ્યો છે. 

સોનાની આયાત ૨૪ ટકા વધી ૭૧.૯૮ અબજ ડોલર સાથે વિક્રમી સપાટીએ રહી હતી.  ઊંચા ભાવને કારણે મૂલ્યની દ્રષ્ટિએ આયાત આંક ઊંચો જોવા મળી રહ્યો છે. વોલ્યુમની દ્રષ્ટિએ આયાત ૪.૭૬ ટકા ઘટી ૭૨૧.૦૩ ટન રહી હતી. 

વાણિજ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં સોનાની આયાત ૫૮ અબજ ડોલર રહી હતી. વોલ્યુમની દ્રષ્ટિએ આંક ૭૫૭.૦૯ ટન રહ્યો હતો. 

ચાંદીની આયાત ૧૫૦ ટકા વધી ૧૨ અબજ ડોલર રહી છે. વોલ્યુમની દ્રષ્ટિએ ચાંદીની આયાત ૪૨ ટકા વધી ગત નાણાં વર્ષમાં ૭૩૩૪.૯૬ ટન રહી હતી.

કિંમતી ધાતુની આયાતમાં વધારો થતા તેની અસર વેપાર ખાધ પર જોવા મળી હતી. ભારતની સોનાની સૌથી વધુ આયાત ૪૦ ટકા સાથે સ્વીત્ઝરલેન્ડ ખાતેથી થાય છે. ૧૬ ટકા સાથે યુએઈનો હિસ્સો બીજા ક્રમે છે તથા ૧૦ ટકા સાથે દક્ષિણ આફ્રિકા  ત્રીજુ મોટું આયાત સ્રોત છે. 

દેશની એકંદર આયાતમાં સોનાનો હિસ્સો પાંચ ટકા જેટલો છે.