Business

સોનું ₹4,500 તો ચાંદી ₹7,700 થી વધુ તૂટી, જાણો અચાનક કડાકા પાછળના મુખ્ય કારણો

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
MCX વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સોનામાં ₹4,513 અને ચાંદીમાં ₹7,777 નો મોટો કડાકો બોલાયો હતો, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો હતો. મજબૂત યુએસ ડૉલર અને વૈશ્વિક પ્રોફિટ બુકિંગને કારણે આ ઘટાડો નોંધાયો હતો. જોકે, દિવસના અંતે બંને કિંમતી ધાતુઓ ઘટાડા સાથે બંધ રહી.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું ₹4,500 તો ચાંદી ₹7,700 થી વધુ તૂટી, જાણો અચાનક કડાકા પાછળના મુખ્ય કારણો

Gold and Silver News : વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ગઇકાલે સાંજથી રાત સુધીના ટ્રેડિંગ સેશન દરમિયાન સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારો અને જ્વેલર્સમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, દિવસના અંતે નીચલા સ્તરેથી રિકવરી આવતા બંને કિંમતી ધાતુઓ ઘટાડા સાથે બંધ રહી હતી.

સોનામાં ₹4,513 નો કડાકો, છેલ્લે ₹3,008 ઘટીને બંધ

MCX પર સોનાના 5 ઓક્ટોબર 2026 ના વાયદાની વાત કરીએ તો, સોનું ₹1,57,075 પર ઓપન થયા બાદ દિવસ દરમિયાન ₹1,51,262 ની નીચલી સપાટી (Low) એ પહોંચી ગયું હતું. આમ, એક સમયે સોનાના ભાવમાં ₹4,513 સુધીનો તોતિંગ કડાકો બોલાઈ ગયો હતો. જોકે, ત્યારબાદ રિકવરી આવતા સોનું ₹3,008.00 (-1.93%) ના ઘટાડા સાથે ₹1,52,767.00 ની સપાટીએ ક્લોઝ થયું હતું.

ચાંદી ₹7,777 સુધી તૂટ્યા બાદ ₹2,37,658 પર ક્લોઝ થઈ

ચાંદીના 4 ડિસેમ્બર 2026 ના વાયદામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી ₹2,41,106 પર ઓપન થઈને દિવસ દરમિયાન ₹2,34,572 ની નીચલી સપાટી સુધી ગગડી ગઈ હતી, એટલે કે ચાંદીમાં એક જ દિવસમાં ₹7,777 નો મસમોટો કડાકો આવ્યો હતો. ત્યારબાદ સુધારા તરફ આગળ વધીને ચાંદી છેલ્લે ₹4,691.00 (-1.94%) ના ઘટાડા સાથે ₹2,37,658.00 ના ભાવ પર બંધ થઈ હતી.

સોના-ચાંદીની કિંમતો તૂટવા પાછળના મુખ્ય કારણો

વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ મુખ્યત્વે મજબૂત યુએસ ડૉલર, વધતી બોન્ડ યીલ્ડ અને પ્રોફિટ બુકિંગ (લાભ વસૂલી) જવાબદાર ગણાવવામાં આવે છે. આ ઉપરાંત, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા અંગેના મિશ્ર સંકેતો અને વૈશ્વિક બજારમાં ઊંચા સ્તરેથી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફો રળવાની હોડને કારણે કીમતી ધાતુઓના ભાવ પર ભારે દબાણ સર્જાયું હતું.