મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજાર તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં કિંમતી ધાતુઓની ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી તથા તેના પગલે ઝવેરી બજારોમાં ભાવ આજે દબાણ હેઠળ જોવા મળ્યા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ તૂટયા હતા.
જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૦૦૦ ગબડયા હતા. વિશ્વ બજારમં આજે સોનાના ભાવ ઔંસના ૪૩૨૨થી ૪૩૨૩ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૨૪૦ થઈ ૪૨૪૨થી ૪૨૪૩ ડોલર રહ્યા હતા. ે વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર દરિયાપારથી મળ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૬૯.૭૮થી ૬૯.૭૯ વાળા નીચામાં ભાવ ૬૬.૫૭ થઈ ૬૬.૯૯થી ૬૭.૦૦ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે આજે અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂ.૨૪૩૦૦૦ બોલાયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈરાન તથા અમેરિકા વચ્ચે સમાધાનનો માહોલ સર્જાતાં તથા વૈશ્વિક સ્તરે હોર્મુઝ રુટ ફરી શરૂ થઈ રહ્યાના સંકેતો મળતાં ક્રૂડતેલની સપ્લાય વધવાની આશાએ બજાર ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૭.૧૦ ડોલર થઈ ૭૮.૫૧૨ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૪.૧૭ થઈ ૭૫.૧૫ ડોલર રહ્યા હતા. હોર્મુઝ રુટમાં સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઈલના ત્રણ ટેન્કરો પસાર થયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૦૦૦ તૂટયા હતા. ચાંદીના ભાવ રૂ.૭૫૦૦ ગબડયા હતા.
મુંબઈઆ સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૭૫૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૮૦૯૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૨૪૦૧૯૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૦ ઘટી રૂ.૬૦૧૫૮ રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૭૮૭ વાળા નીચામાં ભાવ ૧૬૯૭ થઈ ૧૬૯૯થી ૧૭૦૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૩૪૬ વ ાળા નીચામાં ભાવ ૧૨૭૯ થઈ ૧૨૮૪થી ૧૨૮૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૧.૯૮ ટકા ઘટયા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉછળી ૧૦૦ની સપાટી કુદાવી ઉંચામાં ૧૦૦.૬૦થી ૧૦૦.૬૫ થતાં વિશ્વ બજારમાં સોનામાં લેનારા ઓ છા તથા વેંચનારા વધુ જોવા મળ્યા હતા.


