Get The App

વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354નો તોતિંગ ઉછાળો

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354નો તોતિંગ ઉછાળો 1 - image


AI Image


Gold and Silver Surge : અમેરિકા દ્વારા ભારતીય સોલર પેનલ્સ પર લાદવામાં આવેલી તોતિંગ ડ્યુટીના સમાચાર વચ્ચે રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે. આ વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી રહી છે, જ્યાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે.

સોનાના બજારની સ્થિતિ

MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર આજે સોનાના ભાવમાં મજબૂત તેજી જોવા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સોનામાં આજે અંદાજે ₹1103નો ઉછાળો નોંધાયો છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,59,969.00

આજનો ઓપન ભાવ (Open): ₹1,60,977.00

દિવસની ઉચ્ચ સપાટી (High): ₹1,61,072.00

સમાચાર લખવા સુધીનો ભાવ: બજારમાં અત્યારે સોનું ₹1,60,600.00ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે, જે પાછલા બંધ ભાવ કરતાં +0.39%નો વધારો સૂચવે છે.

ચાંદીમાં આક્રમક તેજી

સોનાની સરખામણીએ આજે ચાંદીમાં વધુ આક્રમક તેજી જોવા મળી છે. ઔદ્યોગિક માંગ અને વૈશ્વિક સેન્ટિમેન્ટને કારણે ચાંદીના ભાવમાં સીધો ₹7,354નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો અત્યારે સોના-ચાંદીને સૌથી સુરક્ષિત વિકલ્પ માની રહ્યા છે. ચાંદી જે ગઈ કાલે 272136 પર બંધ થઈ હતી તે આજે સીધી 276999ના લેવલે ખૂલી હતી. ત્યારબાદ વયાદા બજારમાં તેજી યથાવત્ રહેતા ચાંદીએ 279490ની સપાટી સ્પર્શી હતી. 

બજારમાં તેજી પાછળના કારણો

સોલર સેક્ટરમાં કડાકો: અમેરિકાએ ભારતીય સોલર પેનલ્સ પર 125.87% ડ્યુટી લાદતા શેરબજારમાં Waaree Energies જેવા સ્ટોક્સમાં 11%થી 15%નો કડાકો બોલાયો છે.

સુરક્ષિત રોકાણ: શેરબજારમાં અસ્થિરતા આવતા રોકાણકારો ઈક્વિટીમાંથી નાણાં ખેંચીને સોના-ચાંદી(Safe Haven Assets)માં રોકી રહ્યા છે.

વૈશ્વિક અનિશ્ચિતતા: અમેરિકાની નવી ટૅરિફ નીતિ અને વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકાએ કિંમતી ધાતુઓની માંગમાં વધારો કર્યો છે.