Business

સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો, ચાંદીમાં 9200 તો સોનામાં 3500 રૂપિયાનો વધારો, ક્યાં સુધી તેજી જળવાઈ રહેશે?

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
20 ઑગસ્ટે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. MCX પર સોનું ₹700 અને ચાંદી ₹3,453 વધી હતી. યુએસ ટ્રેઝરીના બોન્ડ બાયબેક વધારવાના નિર્ણયથી બોન્ડ યીલ્ડ અને ડૉલર ઘટતા સોનાને ટેકો મળ્યો. 24 કેરેટ સોનું ₹15,927 પ્રતિ ગ્રામ અને ચાંદી ₹2.55 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો, ચાંદીમાં 9200 તો સોનામાં 3500 રૂપિયાનો વધારો, ક્યાં સુધી તેજી જળવાઈ રહેશે?

Gold Silver Price Surge: છેલ્લા બે દિવસના ઘટાડા બાદ 20 ઓગસ્ટે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. MCX પર સોનું લગભગ ₹700 વધ્યું છે, અને ચાંદી ₹3,453ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનું $4,546 પ્રતિ ઔંસ અને ચાંદી $67ને પાર કરી ગઈ છે. યુએસ ટ્રેઝરી દ્વારા બોન્ડ બાયબેક વધારવાના નિર્ણય બાદ બોન્ડ યીલ્ડ અને ડૉલરમાં ઘટાડો થવાથી સોનાને મજબૂત ટેકો મળ્યો છે.

છેલ્લા બે દિવસની નરમાઈ બાદ 20 ઑગસ્ટે સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી આવી છે. MCX પર સવારે 9 વાગ્યે ગોલ્ડ ₹700 ઉછળીને ₹1,58,703 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. ચાંદીનો રેટ ₹3,453 પ્રતિ કિલોગ્રામ વધીને ₹2,40,240 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 0.04% વધીને $4,546 પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે ચાંદી 2% ચડીને $67ને પાર પહોંચી ગઈ છે

રાતોરાત કેમ વધ્યા ભાવ?

અમેરિકામાં સોનાના ભાવ બુધવારે લગભગ બે મહિનાની ઊંચી સપાટીની નજીક પહોંચી ગયા હતા. જેનું મુખ્ય કારણ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનો એક મોટો નિર્ણય છે. યુએસ સરકારે બોન્ડ ખરીદવા માટે તેની લિક્વિડિટી સપોર્ટ સ્કીમને બમણી કરવાની જાહેરાત કરી છે. આ સમાચાર બાદ માર્કેટમાં બોન્ડ યીલ્ડ ઝડપથી ઘટી ગઈ, અને ડૉલર પણ નબળો પડ્યો. ડૉલર ઇન્ડેક્સમાં 0.83%નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે 10 વર્ષની બોન્ડ યીલ્ડમાં 1.13%નો તીવ્ર ઘટાડો થયો હતો. 30 વર્ષની બોન્ડ યીલ્ડ પણ છેલ્લા બે દાયકાની ઉંચી સપાટીથી નીચે આવી ગઈ છે. જ્યારે બોન્ડ યીલ્ડ ઘટે છે, ત્યારે સોનું રાખવાનો ખર્ચ (ઓપર્ચ્યુનિટી કોસ્ટ) પણ ઘટી જાય છે, જેથી રોકાણકારો સોના તરફ વધુ આકર્ષાય છે. આ જ કારણ છે કે, સોનાના ભાવ વધ્યા છે

આજે કેટલો છે 22K સોનાનો ભાવ?

ભારતમાં 20 ઑગસ્ટે સર્રાફા બજારમાં સોનાના ભાવ ઉછળ્યા છે.

24 કેરેટ ગોલ્ડ: ₹430 વધીને ₹15,927 પ્રતિ ગ્રામ.
22 કેરેટ ગોલ્ડ: ₹395 વધીને ₹14,600 પ્રતિ ગ્રામ.
18 કેરેટ ગોલ્ડ: ₹11,946 પ્રતિ ગ્રામ.
22 કેરેટ 10 ગ્રામનો ભાવ ₹1,68,426ની નજીક પહોંચી ગયો છે.
દિલ્હી: 10 ગ્રામનો ભાવ ₹1,68,599 પર છે.
મુંબઈ: 10 ગ્રામનો ભાવ ₹1,68,426 પર છે.

ચાંદીના તાજા ભાવ

આજે દેશભરમાં ચાંદીની કિંમતોમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે.

10 ગ્રામ ચાંદી: ₹2,942
1 ગ્રામ ચાંદી: ₹255
1 કિલોગ્રામ ચાંદી: ₹10,000 વધીને ₹2.55 લાખ થઈ ગયો છે.

શું સોના-ચાંદીમાં તેજી આગળ પણ જાળવી રહેશે?

સોના અને ચાંદીના ભાવ છેલ્લા બે મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. જોકે, ક્રૂડ ઓઇલની કિંમત, મોંઘવારી અને યુએસ ફેડના વ્યાજદરો અંગે હજુ પણ અનિશ્ચિતતા બનેલી છે. હવે રોકાણકારોની નજર યુએસ ફેડરલ રિઝર્વની બેઠકના મિનિટ્સ પર છે, તેનાથી વ્યાજદરો અંગે ફેડનું વલણ સ્પષ્ટ થઈ શકે છે, જેની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર પડશે. નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર માસ સુધીમાં સોનાનો ભાવ 1.70 લાખ રૂપિયાની આસપાસ પણ પહોંચી શકે છે. સોનાની ખરીદીમાં ઉછાળો પણ આવી શકે છે.