Get The App

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે ચાંદીના ભાવમાં રૂ.3600ની તો સોનામાં રૂ.1500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ 1 - image


MCX Gold Silver Price Today : અમેરિકા-ઈરાન વચ્ચેની મંત્રણામાં અનિશ્ચિતતા અને હોર્મુઝ જળમાર્ગ વિવાદની અસરના કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. દિવસના ટ્રેડિંગ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ.3,600ની તો સોનાના ભાવમાં રૂ.1,500ની ઉથલ-પાથલ જોવા મળી છે.

ચાંદીના ભાવમાં રૂ.3600ની ઉથલ-પાથલ

MCX પર સિલ્વર ફ્યુચર આજે રૂ.2,53,453 પર ઓપન થયું હતું. ત્યારપછી દિવસના ટ્રેડિંગ દરમિયાન રૂ.2,50,730થી લઈને ઊંચામાં રૂ.2,54,359 સુધી વધારો-ઘટાડો જોવા મળ્યો છે. હાલ MCX પર સિલ્વર ફ્યુચર રૂ.4,370ના ઘટાડા સાથે રૂ.2,52,772 પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં રૂ.3,600ની ઉથલ-પાથલ જોવા મળી છે.

સોનાના ભાવમાં રૂ.1500ની ઉથલ-પાથલ

MCX પર સોનાના ભાવની વાત કરીએ તો આજે રૂ.1,53,158 પર ઓપન થયું હતું. ત્યારપછી દિવસના ટ્રેડિંગ દરમિયાન રૂ.1,52,799થી લઈને ઊંચામાં રૂ.1,54,348 સુધી વધારો-ઘટાડો જોવા મળ્યો છે. હાલ MCX પર સોનાનો ભાવ રૂ.610ના ઘટાડા સાથે રૂ.1,53,999 પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ દિવસ દરમિયાન સોનાના ભાવમાં 1,500ની ઉથલ-પાથલ જોવા મળી છે.

આ પણ વાંચો : શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ

સોના-ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ થવા પાછળના સંભવિત કારણો

1... અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા : અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં મંત્રણા થવાના સમાચારોને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા થોડી ઓછી થઈ છે. જ્યારે પણ ભૌગોલિક-રાજકીય તણાવ ઘટે, ત્યારે રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિમાંથી નાણાં પાછા ખેંચીને શેરબજાર તરફ વળે છે.

2... હોર્મુઝ વિવાદની અસર : હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા વિવાદને કારણે ક્રૂડ તેલના ભાવમાં અસ્થિરતા છે. જો તેલના ભાવ વધે તો સામાન્ય રીતે સોનું પણ મોંઘું થાય છે, પરંતુ હાલમાં રોકાણકારો શાંતિ વાર્તાના પરિણામની રાહ જોઈ રહ્યા હોવાથી સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

આ પણ વાંચો : PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શરૂઆત