સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઘટાડો: ક્રૂડ ૫% ઉછળી ૧૦૫ ડોલર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્લેટીનમના ભાવ ફરી વધ્યા: રશિયાના ભાવ વધતાં ભારતના ક્રૂડ ઈમ્પોર્ટરો ગલ્ફ તરફ વળ્યાના નિર્દેશો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધુ ઘટયા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ઐાંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ઉંચામાં ૪૧૪૩ તથા નીચામાં ભાવ ૪૧૦૩ થઈ ૪૧૨૪થી ૪૧૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી પાંચ ટકા વધતાં ભાવ વધી ઉંચામાં બેરલના ૧૦૫ ડોલર પાર કરી ગયા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૧૨૫ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૭૦૫૫ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૭૬૪૬ રહ્યા હતા જ્યારે મંુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસ ટી વગર આજે રૂ.૩૫૦૦ ઘટી રૂ.૨૧૭૧૦૬ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ઉંચામાં ૬૦.૫૭ તથા નીચામાં ભાવ ૫૮.૫૧ ડોલર થઈ ૫૮.૮૧થી ૫૮.૮૨ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના રૂ.૨૦૦૦ ઘટી રૂ.૨૨૩૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૨૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૫૦૦ રહ્યા હતા.
દરમિયાન, ક્રૂડતેલના ભાવ વધતાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૦૫.૪૮ થઈ ૧૦૪.૬૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૨.૮૪ થઈ ૯૨.૨૮ ડોલર રહ્યા હતા. હોર્મુઝ રુટ પર જહાજો પર હુમલાઓ વધ્યા હતા.
અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૩૨ લાખ બેરલ્સ ઘટયાના વાવડ મળ્યા હતા. વાવાઝોડાના પગલે ઓફફ શોર ક્રૂડ ઉત્પાદન ઘટયાના સમાચાર હતા.
દરમિયાન, યમનના હાઉથીઝ સામેની ઝુંબેશમાં સાઉદી અરેબિયાને સપોર્ટ આપવાનો સિરીયાએ કર્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ આજે ઔંસના ઉંચામાં ૧૬૭૧ તથા નીચામાં ભાવ ૧૬૨૬ થઈ ૧૬૪૯થી ૧૬૫૦ ડોલર રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ આજે ઔંસના ઉંચામાં ૧૬૭૧ તથા નીચામાં ભાવ ૧૬૨૬ થઈ ૧૬૪૯થી ૧૬૫૦ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ રૂ.૫૦૦ વધી રૂ.૫૬૫૬૨ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ઉંચામાં ૧૧૪૯ તથા નીચામાં ભાવ ૧૧૨૧૧ થઈ ૧૧૩૦થી ૧૧૩૧ ડોલર રહ્યા હતા.
દરમિયાન, કોપરના વૈશ્વિક ભાવ આજે ૦.૨૧ ટકા માઈનસમાં રહ્યા હતા. ચીનની સરકારે સપ્ટેમ્બરમાં વધુ ૨૩ ટન સોનાની ખરીદી કરી હતી.
ઓગસ્ટમાં આવી ખરીદી ચીન દ્વારા ૨૦ ટન કરવામાં આવી હતી. સપ્ટેમ્બરની આવી ખરીદીએ ૩ વર્ષનો રેકોર્ડ તોડયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ચીન દ્વારા આ વર્ષે સોનાની કુલિ ખરીદી હવે વધી ૧૦૩ ટન થયાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, રશિયાનું તેલ મોંઘુ બનતાં હવે ભારતના ઓઈલ ઈમ્પોર્ટરો મધ્ય-પૂર્વ તથા પર્શિયનન ગલ ્ફના ક્રૂડ ઓઈલની ખરીદી વધારી રહ્યાના સમૌચાર પણ મળ્યા હતા.




