Business

₹12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ ₹1.59 લાખને પાર, તમામ રૅકોર્ડ તૂટ્યા

By GS TEAM
23 Jan 20262 mins read
TukuTouch Logo
ભારતીય વાયદા બજાર(MCX)માં શુક્રવારે, 23 જાન્યુઆરી, 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. બંને કિંમતી ધાતુઓએ પોતાના તમામ જૂના રૅકોર્ડ તોડીને નવી સર્વોચ્ચ સપાટી બનાવી છે, જેમાં ખાસ કરીને ચાંદીમાં એક જ દિવસમાં ₹12,638નો અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

₹12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ ₹1.59 લાખને પાર, તમામ રૅકોર્ડ તૂટ્યા

Silver and Gold Price News : ભારતીય વાયદા બજાર(MCX)માં શુક્રવારે, 23 જાન્યુઆરી, 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. બંને કિંમતી ધાતુઓએ પોતાના તમામ જૂના રૅકોર્ડ તોડીને નવી સર્વોચ્ચ સપાટી બનાવી છે, જેમાં ખાસ કરીને ચાંદીમાં એક જ દિવસમાં ₹12,638નો અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે.

ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ₹3.40 લાખની નજીક 

આજના કારોબારમાં ચાંદીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. MCX પર 5 માર્ચ, 2026ના વાયદામાં ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી:

જૂનો બંધ ભાવ: ગુરુવારે ચાંદીનો વાયદો ₹3,27,289 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

આજનો ખુલતો ભાવ: આજે બજાર ખૂલતા સમયે ચાંદી ₹3,33,333 પર ખૂલી હતી.

નવી ઐતિહાસિક સપાટી: ખૂલ્યા બાદ બજારમાં આવેલી જોરદાર ખરીદીને કારણે ચાંદીએ ₹3,39,927ની ઓલ-ટાઇમ હાઇ સપાટી બનાવી હતી.

આજનો નીચો ભાવ: દિવસ દરમિયાન ચાંદીનો નીચો ભાવ ₹3,32,000 રહ્યો હતો.

ઐતિહાસિક ઉછાળો: આમ, ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં ચાંદીએ દિવસ દરમિયાન ₹12,638નો ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો હતો. હાલ ચાંદી ₹8,332 (2.55%)ના ઉછાળા સાથે ₹3,35,621 આસપાસ ટ્રેડ થઈ રહી છે.

સોનું પણ ઓલ-ટાઇમ હાઇ પર ₹1.59 લાખને પાર 

ચાંદીની સાથે સાથે સોનામાં પણ આજે રૅકોર્ડબ્રેક તેજી જોવા મળી. MCX પર 5 ફેબ્રુઆરી, 2026ના વાયદામાં સોનાના ભાવે નવી ઊંચાઈ સર કરી. 

જૂનો બંધ ભાવ: ગુરુવારે સોનાનો વાયદો ₹1,56,341 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આજનો ખૂલતો ભાવ: આજે સોનું ₹1,58,889ના ભાવે ખૂલ્યું હતું.

નવી ઐતિહાસિક સપાટી: દિવસ દરમિયાન સોનાએ ₹1,59,226ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.

આજનો નીચો ભાવ: કારોબાર દરમિયાન સોનાનો નીચો ભાવ ₹1,57,500 રહ્યો હતો.

આજનો ઉછાળો: હાલમાં સોનું ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં ₹1,875(1.20%)ના મજબૂત વધારા સાથે ₹1,58,216 પર કારોબાર કરી રહ્યું છે.

બંને કિંમતી ધાતુઓમાં આવેલી આ ઐતિહાસિક તેજીને કારણે બજારમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.