મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ફરી શરૂ થયેલી તેજીની ચાલ આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવી રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ લવ ધી ઔંસના ફર ૫૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયાના નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક ચાંદી ઉછળી ઔંસના ૯૦ ડોલર ઉપર જતી રહી સહતી. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયામાં ફરી ઘટાડો થતાં ઝવેરી બજારમાં આજે ઉંચી ગયેલી ઈંપોર્ટ કોસ્ટ વચ્ચે સોના-ચાંદીના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૦૯૨૨થી વધી રૂ.૧૫૭૫૨૫ થઈ રૂ.૧૫૫૯૯૮ રહ્યા હતાત. જયારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૧૫૨૯ વાળા વધી રૂ.૧૫૮૧૫૮ થઈ રૂ.૧૫૬૬૨૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૨૬૩૯૬૫ વાળા વધી રૂ.૨૮૨૪૬૨ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ લપ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૧૨૪ વાળા રૂ.૭૨૬૭૨ લથઈ રૂ.૭૨૪૫૫ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૯૨૯થી ૪૯૩૦ ડોલર વાળા ઉછળી ઉંચામાં ભાવ ૫૦૦૦ પાર કરી ૫૦૯૧ થઈ ૫૦૫૬થી ૫૦૫૭ ડોલર રહ્યા હતા.
ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ઘટતા તથા ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી વધતાં અને ક્રૂડતેલ પણ ઉંચકાતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ફંડોનું એક્ટીવ બાઈંગ જોવા મળ્યું હતું. દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૮૭.૨૧ વાળા વધી ૯૦.૮૦ થઈ ૯૦.૨૨થી ૯૦.૨૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના ૨૨૪૩ વાળા વધી ૨૩૩૯ થઈ ૨૨૯૭થી ૨૨૯૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંસના ૧૮૧૮થી વધી ૧૮૪૬ થઈ ૧૮૩૧થી ૧૮૩૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે આજે ૧.૧૫ ટકા માઈનસમાં રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ વધુ રૂ.૧૫ હજાર વધી રૂ.૨૮૫૦૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૨૫ હજાર વધ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૬૩૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૪૦૦૦ બોલાઈ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૨૫ હજાર વધ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે તથા અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યાની ચર્ચા હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૬.૪૫થી વધી ૬૮.૨૬ થઈ ૬૭.૪૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૨.૩૮ વાળા વધી ૬૪.૧૭ થઈ ૬૩.૪૬ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ખાનગી ક્ષેત્રનો જોબગ્રોત જાન્યુઆરીનો ૨૨ હજાર આવ્યો હતો જે ૪૮ હજારની અપેક્ષાથી ઓછો હતો. ત્યાં ડિસેમ્બરના આવા આંકડા ૪૧ હજારથી રિવાઈઝ કરાઈ ૩૭ હજાર કરાયા હતા.


