For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં 5થી 6 રૂપિયાના વધારાના એંધાણ

Updated: Sep 17th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 17. સપ્ટેમ્બર 2019 મંગળવાર

સાઉદી અરેબિયામાં ઓઈલ રિફાઈનરી પર થયેલા ડ્રોન હુમલા બાદ ક્રુડ ઓઈલની કિંમતોમાં આગ લાગી છે. જેનો માર કરોડો ભારતીયો પર પડવાના ભણકારા વાગી રહ્યા છે.

ક્રુડ ઓઈલના ભાવમાં આ હુમલા બાદ આવેલી તેજીના પગલે ભારતમાં આગામી પંદર દિવસમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં પાંચ થી 6 રુપિયાનો વધારો થઈ શકે છે.

સાઉદીમાં આ હુમલાના પગલે ઓઈલ પ્રોડક્શનમાં પચાસ ટકાનો ઘટાડો  થયો છે.જે વિશ્વમાં થતા કુલ સપ્લાયનો 6 ટકા છે.ઓઈલ સપ્લાય ઘટવાના કારણે ભાવમાં ગઈકાલે 19 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.

આગામી પંદર દિવસમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પાંચ થી છ રુપિયાનો વધારો થઈ શકે છે.જોકે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પૂરવઠો ખોરવાવાની શક્યતાઓને નકારી કાઢી છે.

જોકે નિષ્ણાતોનુ માનવુ છે કે આ ભાવવધારાની અસર જીડીપી પર પડી શકે છે.કારણકે ભારત 83 ટકા ઓઈલ આયાત કરે છે.જેનાથી ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધશે.

Gujarat