ગિફ્ટ સિટીમાં બેંકિંગ એસેટ્સમાં નોંધાયેલો ૬૦ ટકાનો ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આ હબમાં બેંકો પાસે રહેલી એસેટ્સ સપ્ટેમ્બરના અંત સુધીમાં આશરે ૧૯૩ અબજ ડોલર પર પહોંચી ગઈ
અમદાવાદ : ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય હબમાં બેંકિંગ એસેટ્સ જૂન મહિનાથી અત્યાર સુધીમાં લગભગ ૬૦% વાૃધી છે, તેમ જાણકાર વર્તુળોએ જણાવ્યું છે. દેશના ક્રેડિટ માર્કેટમાં થયેલા વિકાસથી ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)ને મોટું પ્રોત્સાહન મળ્યું છે, જે વિદેશી મૂડી આકર્ષવામાં સિંગાપોર અને હોંગકોંગ સાથે સ્પર્ધા કરી રહ્યું છે.
ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી એ જણાવ્યું હતું કે આ હબમાં બેંકો પાસે રહેલી એસેટ્સ સપ્ટેમ્બરના અંત સુાૃધીમાં આશરે ૧૯૩ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. અગાઉ જાહેર કરાયેલા આંકડા અનુસાર, જૂનમાં આ આંકડો ૧૨૦.૬૯ અબજ ડોલર હતો.
આ વર્તુળોએ જણાવ્યું હતું કે, આ સતત વૃદ્ધિ ક્રેડિટ માર્કેટ્સ અને બેંકો દ્વારા આવી છે. બેંકિંગ એસેટ્સમાં આ ઉછાળો મુખ્યત્વે ફોરેન કરન્સી ડિપોઝિટ્સ અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ (બાહ્ય વ્યાવસાયિક ઉધાર)ને આભારી છે.
આ હબમાં આવેલી બેંકો ભારતીય કંપનીઓ માટે તેમની સ્થાનિક કામગીરી તેમજ વૈશ્વિક વિસ્તરણ માટે ભંડોળ પૂરું પાડવાના સૌથી મોટા સ્ત્રોતોમાં સ્થાન બનાવવા માટે સજ્જ છે.
જૂનથી ઓગસ્ટના અંત સુાૃધી ચાલેલી ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (FCNR) ડિપોઝિટ્સ માટેની ભારતની વિશેષ સ્વેપ ફેસિલિટીએ ગિફ્ટ સિટીમાં પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરી હતી. સત્તાવાળાઓ ગિફ્ટ સિટીમાં ડયુઅલ લિસ્ટિંગ દ્વારા ભારતીય કંપનીઓને વૈશ્વિક રોકાણકારો સુધી પહોંચવાની તક આપવાની યોજના પર પણ કામ કરી રહ્યા છે.




