વાયદા બજારમાં તેજી, સોનું ₹1200થી વધુના ઉછાળા સાથે 145000ને પાર, ચાંદી પણ મોંઘી થઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver in MCX | ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર કિંમતી ધાતુઓ એટલે કે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજારમાં ઓપનિંગ સાથે જ બંને ધાતુઓમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.
સોનામાં કેટલો ઉછાળો?
સોનાના વાયદા બજારની વાત કરીએ તો, MCX પર ગોલ્ડનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹144,299.00 હતો. આજે માર્કેટ ખૂલતાની સાથે જ સોનું ₹144,811.00 ના ભાવે ઓપન થયું હતું અને ત્યારબાદ વધીને ₹145,549.00 ની હાઈ સપાટી સુધી પહોંચ્યું હતું. હાલમાં સોનું ₹145,450.00 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવથી ₹1,151.00 (+0.80%) નો ઉછાળો દર્શાવે છે. જ્યારે કુલ ઉછાળો 1250 રૂપિયા આજુબાજુ થાય છે.
ચાંદીમાં પણ તેજી
બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹221,615.00 હતો. આજના કારોબારમાં ચાંદી ₹223,999.00 ના ભાવે ઓપન થઈ હતી અને જોતજોતામાં ₹224,254.00 ની ઊંચી સપાટી સ્પર્શી ગઈ હતી. હાલ ચાંદી ₹223,900.00 ની આસપાસ ટ્રેડ કરી રહી છે, જેમાં ₹2,285.00 (+1.03%) નો તીવ્ર વધારો નોંધાયો છે. જ્યારે કુલ ઉછાળો 2639ને સ્પર્શી ગયો હતો.









