વાયદા બજારમાં ભડકો, બે જ દિવસમાં સોનું ₹6,932 અને ચાંદી ₹13,346 મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver MCX Price : સ્થાનિક બુલિયન માર્કેટ અને કોમોડિટી એક્સચેન્જ (MCX) પર કીમતી ધાતુઓમાં ભારે ઉથલપાથલ વચ્ચે બેફામ તેજી જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસ દરમિયાન સોના અને ચાંદી બંનેમાં નીચલા સ્તરેથી અદભુત રિકવરી આવ્યા બાદ ભાવ રોકેટ ગતિએ ઉપર તરફ દોડી રહ્યા છે.
ચાંદીમાં બે દિવસમાં ₹13,346 નો મોટો ઉછાળો
ચાંદીના બજારની વાત કરીએ તો, આંકડા મુજબ ગઇકાલે ચાંદીનો જૂનો બંધ ભાવ (Prev. Close) ₹1,79,698 હતો, જ્યારે ઓપનિંગ ₹1,79,888 ની સપાટીએ થયું હતું. શરૂઆતમાં ચાંદી ગઇકાલે ઘટીને ₹1,77,600 ના લો (Low) પર પહોંચી હતી, જ્યાંથી શાનદાર બાયિંગ આવતા ભાવ ઉછળીને ₹1,88,000 ની ટોચને સ્પર્શ્યા હતા. ગઇકાલે ચાંદીનું ક્લૉઝિંગ ₹1,87,735 પર થયું હતું, જેના કારણે એક જ દિવસમાં ચાંદીમાં ₹10,135 નો જંગી ઉછાળો નોંધાયો હતો. જ્યારે આજે પણ તેજી યથાવત રહી છે અને સમાચાર લખવા સુધીમાં ચાંદી ₹3,211 ના વધારા સાથે ₹1,90,184 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આમ, માત્ર બે જ દિવસમાં ચાંદી કુલ ₹13,346 મોંઘી થઈ ચૂકી છે.
સોનામાં પણ શાનદાર તેજી: બે દિવસમાં ₹6,932 મજબૂત
બીજી તરફ સોનાના બજારમાં પણ તેજીનો પવન ફૂંકાયો છે. માહિતી મુજબ સોનાનો ગઇકાલનેબંધ ભાવ ₹1,39,452 હતો અને ઓપનિંગ ₹1,39,408 પર થયું હતું. સોનું ગઇકાલે ઘટીને ₹1,39,177 ના નીચલા સ્તરે (Low) ગયું હતું, જ્યાંથી જબરદસ્ત બાઉન્સ બેક મળતા તે ₹1,43,420 ના હાઈ સુધી પહોંચ્યું હતું અને અંતે ગઇકાલનું ક્લૉઝિંગ ₹1,43,234 પર થયું હતું. આમ, ગઇકાલે જ સોનું ₹4,057 મોંઘું થયું હતું. જોકે આજે સોનાનો પ્રારંભ ગઇકાલના જ ક્લૉઝિંગ ₹1,43,234 થી થયો હતો, જ્યારે આજનો હાઈ (High) વધીને ₹1,46,109 ની સપાટીએ પહોંચી ગયો છે. એટલે કે આજે સોનામાં વધુ ₹2,875 નો વધારો નોંધાયો છે. આ પ્રકારે છેલ્લા બે દિવસમાં સોનું કુલ ₹6,932 મોંઘું થઈ ગયું છે. વૈશ્વિક પરિબળો અને મજબૂત માગના કારણે કીમતી ધાતુઓના ભાવ નવી સપાટીઓ સર કરી રહ્યા છે.




