Business

એફપીઆઈની ભારતીય ઈક્વિટીમાં લેવાલી જ્યારે સરકારી બોન્ડસમાં પીછેહઠ

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં FPIs ભારતીય ઇક્વિટીમાં ખરીદદાર બન્યા છે, પરંતુ ઓગસ્ટથી સરકારી બોન્ડ્સમાં વેચવાલી કરી રહ્યા છે. જૂન-જુલાઈમાં ₹49355 કરોડની ખરીદી બાદ, ઓગસ્ટમાં ₹987 કરોડની વેચવાલી નોંધાઈ. વૈશ્વિક યીલ્ડમાં વૃદ્ધિ અને અમેરિકન ફેડરલ દ્વારા વ્યાજ દર વધારવાની શક્યતા ઘટતા રોકાણકારોનું માનસ બદલાયું. વિકસિત દેશોમાં ઊંચા યીલ્ડથી ભારતના દરો સાથેનો તફાવત ઘટ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એફપીઆઈની ભારતીય ઈક્વિટીમાં લેવાલી જ્યારે સરકારી બોન્ડસમાં  પીછેહઠ

વિકસિત દેશોમાં ઊંચા યીલ્ડથી ભારતના દરો સાથેના તફાવતમાં ઘટાડો
મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) એકતરફ ભારતીય ઈક્વિટીસમાં ફરી લેવાલ જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઓગસ્ટથી એફપીઆઈ સરકારી બોન્ડસમાં વેચવાલ જોવા મળી રહ્યા છે.
ફૂલ્લી એકસેસિબલ રુટ (ફાર) મારફત એફપીઆઈએ જૂન તથા જુલાઈમાં રૂપિયા ૪૯૩૫૫ કરોડના સરકારી બોન્ડની નેટ ખરીદી કરી હતી પરંતુ ઓગસ્ટમાં રૂપિયા ૯૮૭ કરોડની નેટ વેચવાલી જોવા મળી છે.
વૈશ્વિક સ્તરે યીલ્ડસમાં વધારો તથા અમેરિકન ફેડરલ દ્વારા વ્યાજ દર વધારવાની શકયતા ઘટી જતા વિદેશી રોકાણકારોનું ભારતીય બોન્ડસ પ્રત્યેના માનસમાં બદલાવ આવ્યો હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
અમેરિકામાં દસ વર્ષની ટ્રેઝરી યીલ્ડ વધી ૪.૮૧ ટકા પર પહોંચી ગઈ છે જે નવેમ્બર, ૨૦૨૩ બાદ સૌથી ઊંચી છે. બીજી બાજુ જાપાનના દસ વર્ષના સરકારી બોન્ડ પરની યીલ્ડ ૩ ટકાથી ઉપર ચાલી ગઈ છે જે ૧૯૯૬ બાદ સૌથી ઊંચી છે.
વિકસિત દેશોમાં ઊંચા યીલ્ડે ભારતના દરો સાથેના તફાવતમાં ઘટાડો કર્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ફૂલી ફાર હેઠળ સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ કરતા વિદેશી ફન્ડોને થતી વ્યાજ આવક અને કેપિટલ ગેઈન ટેકસમાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
દરમિયાન સમાપ્ત થયેલા ઓગસ્ટમાં એફપીઆઈએ ભારતીય ઈક્વિટીસની નેટ રૂપિયા ૨૯૬૩૧ કરોડની ખરીદી કરી છે જે ૨૩ મહિનાનો સૌથી વધુ નેટ મન્થલી ઈન્ફલો રહ્યો છે જ્યારે જુલાઈમાં રૂપિયા ૨૦૨૦૦ કરોડની નેટ ખરીદી રહી હતી.