For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

FPIનું હોલ્ડિંગ 14 ટકા ઘટીને 523 અબજ ડોલર

- વૈશ્વિક અને સ્થાનિક બંને બજારોમાં આર્થિક-રાજકીય-સરહદી ચિંતાઓ વધતા બજારનું માનસ ખરડાયું

- ભારતીય બજારમાં સતત ૧૦ મહિના સુધી એકધારી વેચવાલીનું પરિણામ : જુલાઇમાં વિદેશી રોકાણકારોએ લેવાલી કરી પણ કેટલી ટકાઉ છે તે ચિંતાનો વિષય

Updated: Aug 17th, 2022

Article Content Image

મુંબઇ : વર્તમાન નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટર દરમિયાન સ્થાનિક ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (ખઁૈંજ)નું હોલ્ડિંગ ૧૪ ટકા ઘટીને ૫૨૩ અબજ ડોલર થયું છે. મોર્નિંગસ્ટારના અહેવાલ મુજબ આ સતત ત્રીજી ત્રિમાસિક ગાળામાં ભારતીય શેરબજારમાં એફપીઆઇનો હિસ્સો ઘટયો છે.

અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા મોંઘવારીને ડામવા માટે વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિના પગલે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં ઓક્ટોબર ૨૦૨૧થી જૂન ૨૦૨૨ સુધી એમ સતત નવ મહિના સુધી એકધારી ચોખ્ખી વેચવાલી કરી હતી. જેના પગલે ભારતીય બજારમાં તેમનું હોલ્ડિંગ નોંધપાત્ર ઘટી ગયુ છે. જો કે જુલાઇમાં વિદેશી રોકાણકારો પરત ફરતા ચોખ્ખી લેવાલી કરી હતી.    

વિદેશી રોકાણકારો વર્ર્ષની શરૂઆતથી જ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા હતા અને વૈશ્વિક અને સ્થાનિક બંને બજારોમાં આર્થિક-રાજકીય-સરહદી ચિંતામાં વધારો થતા બજારનું માનસ ખરડાયું છે.

જૂન ક્વાર્ટર દરમિયાન મૂલ્યની દ્રષ્ટિએ સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો ૧૪ ટકા ઘટીને ૫૨૩ અબજ ડોલર થયો છે. આ અગાઉના કવાર્ટરમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સનું હોલ્ડિંગ ૬૧૨ અબજ ડોલર હતું. ગયા નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતીય શેરબજારમાં એફપીઆઇના રોકાણનું મૂલ્ય ૫૯૨ અબજ ડોલર હતું.

સ્થાનિક ઇક્વિટી બજારોમાં માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં પણ એફપીઆઇનો હિસ્સો સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન ઘટીને ૧૬.૯ ટકા થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં ૧૭.૮ ટકા હતો.

યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ દ્વારા મોંઘવારીને ડામવા આર્થિક વૃદ્ધિને નજરઅંદાજ કરીને આક્રમક નીતિ અપનાવી ૨૦૨૨માં જ અત્યાર સુધી ૧.૫%નો વ્યાજદર વધારો કરતા વિદેશી રોકાણકારોના સેન્ટિમેન્ટને ફટકો પડયો હતો. એફપીઆઇએ જૂન ૨૦૨૨માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૩.૮૫ અબજ ડોલરનું વેચાણ કર્યું હતુ. જોકે આ માર્ચ ક્વાર્ટરના ૧૪.૫૯ અબજ ડોલરના આંકડા કરતાં ઓછું હતુ.

Gujarat