ફોરેન કરન્સીના ઈન્ફલોમાં વૃદ્ધિ વચ્ચે ફોરેક્સ રિઝર્વ ઉછળીને ૭૨૯ અબજ ડોલર ઉપર જતાં નવો રકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફોરેક્સ રિઝર્વ વધુ ૧૨.૪૨ અબજ ડોલર વધ્યું: ગોલ્ડ રિઝર્વમાં પણ ૨.૮૦ અબજ ડોલરનો વધારો : ડોલર સામે રૂપિયો ઉંચકાયો
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ડોલરના ભાવ ફરી ઘટાડા પર રહ્યા હતા. આના પગલે રૂપિયો ફરી ઉંચકાયો હતો. શેરબજાર વધતાં કરન્સી બજારમા રૂપિયા પર આજે પોઝીટીવ ઈમ્પેકટ દેખાઈ હતી. દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર વૃદ્ધી થતાં નવો રેકોર્ડ સર્જાયો હોવાના સમાચાર હતા. દેશનું ફોરેક્સ રિઝર્વ વધુ ૧૨.૪૨ અબજ ડોલર વધી ૭૨૯.૩૩ અબજ ડોલર થતાં નવો રેકોર્ડ સર્જાયો હોવાનું રિઝર્વ બેન્કના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, ગોલ્ડ રિઝર્વમાં પણ વધુ ૨.૮૦ અબજ ડોલરની વૃદ્ધી થઈ છે તથા ગોલ્ડ રિઝર્વ વધી ૧૧૪.૨૨ અબજ ડોલરના મથાળે પહોંચ્યું હો વાનું આરબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું. દરમ્યાન દેશનું ફોરેક્સ રિઝર્વ આ વર્ષે ફેબુ્રઆરીમાં વધી ૭૨૮ અબજ ડોલર ઉપર ગયું હતું. અને એ વખતે નવો રેકોર્ડ સર્જાયો હતો તથા હવે આવું રિઝર્વ વધી ૭૨૯ અબજ ડોલર પાર કરી જતાં જૂનો રેકોર્ડ તૂટી આજે નવો રેકોર્ડ સર્જાયો હોવાનું કરન્સી બજારના જાણકારો જણાવી રહ્યા હતા. રિઝર્વ બેન્કે દેશમાં ફોરેન કરન્સીનો ઈન્ફલો વધારવા તાજેતરમાં વિવિધ પગલાંઓ ભરતા તથા દરિયાપારથી આવતી ડિપોઝીટો માટે શરતો હળવી કરતાં તોતરમાં દેશના ફોરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર વૃદ્ધી થતી જોવા મળી છે. તથા આના પગલે હવે ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયામાં મજબુતાઈ જોવા મળશે એવી શકયતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૫.૫૫ વાળા સવારે રૂ.૯૫.૫૧ ખુલ્યા પછી ઉંચામાં ભાવ ૯૫.૫૮ થયા પછી નીચામાં ભાવ ૯૫.૩૨ થઈ રૂ.૯૫.૩૮ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ૧૭ પૈસા ઘટતાં ડોલર સામે રૂપિયો ૦.૧૮ ટકા ઉંચકાયો હતો. મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૫ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૨૯.૫૪ થઈ રૂ.૧૨૯.૫૬ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ આજે રૂપિયા સામે ૧૯ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૧૧.૦૨ થઈ રૂ.૧૧૧.૦૩ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૩૨ ટકા ઘટી હતી.
જાપાનની સરકારે પોતાની કરન્સીને તૂટતી અટકાવવા તથા પીછબળ આપવા તાજેતરમાં આશરે ૬.૪૦ અબજ ડોલરનો ખર્ચ કર્યાના સમાચાર હતા.
ફોરેક્સ ભાવ
ડોલર | રૃા. ૯૫.૩૮ |
પાઉન્ડ | રૃા. ૧૨૯.૫૬ |
યુરો | રૃા. ૧૧૧.૦૩ |
યેન | રૃા. ૦.૬૦ |




