ફોરેન ફંડોની શેરોમાં દિવાળી પૂર્વે 'રોકેટ'તેજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના પરાજયથી વિશ્વ માટે મોટી રાહત રૂ વૈશ્વિક ફંડોનું ભારતમાં જંગી રોકાણ
સેન્સેક્સ ૨૦૦૯ પોઈન્ટ ઉછળીને ૭૯૩૧૦ : નિફટી ૫૭૬ પોઈન્ટ ઉછળીને ૨૪૫૩૭ :
ઓટો, બેંકિંગ શેરોમાં તોફાની તેજી : FPIs/FIIની કેશમાં રૂ.૧૪,૯૭૫ કરોડની ખરીદી
મુંબઈ : અમેરિકામાં ડેમોક્રેટ પાર્ટી પરાજીત થતાં વિશ્વ પર યુદ્વ અને ટેરિફને કારણે સર્જાયેલી ડામાડોળ પરિસ્થિતિ હળવી થવાની અપેક્ષા અને ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાએ વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય બજારો રોકેટ તેજી જોવાઈ હતી. શેરોમાં રોકાણકારોની દિવાળી સુધરી જઈ રોકાણ પોર્ટફોલિયો રોશન થતો જોવાયો હતો. સતત છઠ્ઠા દિવસે તેજીની સિક્સર લાગી હતી. વિદેશી ફંડો-રોકાણકારો માટે ભારતમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ (એલટીસીજી) નાબૂદ થવાની અપેક્ષાએ ફોરેન પોર્ટફોલિયો અસાધારણ તેજી કરી હતી. ફંડોએ આજે ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી. આ સાથે મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, રિયાલ્ટી, એફએમસીજી, હેલ્થકેર શેરોમાં પસંદગીની ખરીદી કરી હતી. જો કે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ઓવરબોટ પોઝિશન ફંડોએ હળવી કરી હતી. ક્રુડ ઓઈલના ભાવમાં ગઈકાલે મોટો કડાકો બોલાઈ ગયા બાદ ફરી ભાવ વધી આવી બ્રેન્ટ ક્રુડના ૯૬.૪૩ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૮૯ ડોલર નજીક બોલાઈ રહ્યા હતા. અલબત અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૮ પૈસા સુધરીને ૯૪.૪૭ નજીક રહ્યો હતો. સેન્સેક્સ ૨૦૦૮.૬૧ પોઈન્ટની છલાંગે ૭૯૩૧૦.૦૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૫૭૬ પોઈન્ટ ઉછળીને ૨૪૫૩૬.૬૦ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૨૪૦૩ ઉછળ્યો
ઓટોમોબાઈલ, કોમ્પોનન્ટ ઉદ્યોગ માટે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે ચિંતા હળવી થતાં અને અમેરિકાની ટેરિફ નીતિમાં રિવર્સલની શકયતા જોવાઈ રહી હોઈનિકાસને પણ હવે વેગ મળવાની અપેક્ષાએ ફંડો, મહારથીઓએ ઓટો શેરોમાં આજે ધૂમ ખરીદી કરી હતી. એમઆરએફ રૂ.૭૮૭૮.૨૫ ઉછળીને રૂ.૧,૨૫,૮૩૯.૬૦, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૨૫.૯૫ વધીને રૂ.૪૨૮.૭૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૪.૯૦ વધીને રૂ.૨૯૩.૨૦, મારૂતી સુઝુકી રૂ.૬૩૧.૮૫ વધીને રૂ.૧૨,૬૦૧.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૫૨ વધીને રૂ.૩૧૦૪, હીરો મોટોકોર્પ રૂ.૧૧૨.૮૫ વધીને રૂ.૫૫૦૫, બજાજ ઓટો રૂ.૧૫૧.૭૫ વદીને રૂ.૧૦,૭૪૮.૯૫રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૪૦૨.૫૧ પોઈન્ટ ઉછળીને ૬૦૫૫૮.૧૫ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરો ઉછળ્યા
પ્રોત્સાહક પરિણામોએ ફંડો, ખેલાડીઓએ મોટી ખરીદી ચાલુ રાખતા ખાનગી બેંક, ફાઈનાન્સ શેરોમાં મોટી ખરીદી થઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૮.૯૦ ઉછળીને રૂ.૯૧૧, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૭૫.૩૦ ઉછળીને રૂ.૧૪૯૯.૩૦, એક્સિસ બેંક રૂ.૪૭.૭૦ વધીને રૂ.૧૨૭૯.૨૦, કેનેરા બેંક રૂ.૪.૩૫ વધીને રૂ.૧૨૨.૮૦, એચડીએફસી બેંક રૂ.૨૩.૯૫ વધીને રૂ.૭૫૯.૯૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૧૭૨.૦૩ પોઈન્ટ ઉછળીને ૬૫૦૪૪.૫૪ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફરી તેજી
અમેરિકામાં ટ્રમ્પ શાસનને મતદારોની લપડાક અને એઆઈ-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અતિની ગતિને બ્રેક લાગતા નવું રોકાણ ફરી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે વધવાની અપેક્ષાએ ભારતીય આઈટી ઉદ્યોગને ફાયદો થવાની ધારણાએ ફંડોએ આઈટી શેરોમાં તોફાની તેજી કરી હતી. ટાટા એલેક્સી રૂ.૨૦૩.૯૦ વધીને રૂ.૩૯૨૯, ઈન્ફોસીસ રૂ.૩૯ વધીને રૂ.૧૧૬૬.૧૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૩૫.૮૯ પોઈન્ટ ઉછળીને ૩૧૦૩૮.૭૦ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ખરીદી ધીમી
મેટલ-માઈનીંગ શેરોમાં તોફાની તેજી બાદ આજે પસંદગીની ખરીદી જળવાઈ હતી. પરંતુ ખરીદી મર્યાદિત બની ધીમી પડતી જોવાઈ હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૧ વધીને રૂ.૫૭૦, નાલ્કો રૂ.૪.૫૦ વધીને રૂ.૩૩૦.૫૦, ટાટા સ્ટીલ રૂ.૨.૪૦ વધીને રૂ.૧૮૨, સેઈલ રૂ.૨.૨૦ વધીને રૂ.૧૭૨.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૬૬.૮૭ પોઈન્ટ વધીને ૪૦૨૨૬ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ખરીદી
પ્રોપર્ટી ક્ષેત્રે પણ ફરી રિવાઈવલની અપેક્ષા અને માંગ વધવાની અપેક્ષાએ આજે સતત રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફંડોએ તેજી કરી હતી. શોભા ડેવલપર્સ રૂ.૧૦૬.૨૫ વધીને રૂ.૧૨૯૨.૭૦, લોઢા ડેવલપર્સ રૂ.૪૭.૬૫ વધીને રૂ.૧૧૬૭.૬૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૭૩.૬૫ વધીને રૂ.૧૮૧૩ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૨૨૭.૭૫ પોઈન્ટ વધીને ૬૯૭૭.૫૦ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં નવી ખરીદી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડો, મહારથીઓની સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી. કોપરાન રૂ.૧૪.૫૦ વધીને રૂ.૨૬૪.૯૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૧૯૬.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૩૨.૨૪ પોઈન્ટ વધીને ૫૧૪૨૩.૧૩ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતાં અટકીને આજ સાધારણ વધી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોની નવી મોટી ખરીદીમાં સાવચેતી સાથે મર્યાદિત ખરીદી રહી હતી. એચપીસીએલ રૂ.૧૫.૮૦ વધીને રૂ.૩૭૯.૯૦, બીપીસીએલ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૩૧૭, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૭૦ વધીને રૂ.૩૧૬.૮૦, અદાણી ટોટલ ગેસ રૂ.૧૧.૮૦ વધીને રૂ.૫૮૧.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૨.૫૬ પોઈન્ટ વધીને ૨૬૩૬૪.૧૮ બંધ રહ્યો હતો.
DIIની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૪,૯૭૪.૬૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૦,૪૪૪.૫૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી હતી.
રોકાણકારોની સંપતિ વધી
શેરોમાં આજે અઢળક ખરીદીના પરિણામે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮.૧૮ લાખ કરોડ વધીને રૂ.૪૦૧.૬૨ લાખ કરોડ રહ્યું હતું.




