વિદેશી હૂંડિયામણ ભંડાર વધીને ૭૪૦ અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અગાઉ, ૨૧ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી હૂંડિયામણ ભંડાર ૭૨૯.૩૨૮ અબજ ડોલરની ટોચે હતું
અમદાવાદ : ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો નોંધાયો છે. ૨૮ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ૧૧.૪૭ અબજ ડોલરનો વધારો થઈને ૭૪૦.૮૦ અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે.
રિઝર્વ બેંકના ડેટા મુજબ અગાઉ, ૨૧ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી હૂંડિયામણ ભંડારમાં પણ ૧૨.૪૨૨ અબજ ડોલરનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જે ૭૨૯.૩૨૮ અબજ ડોલર સુધી પહોંચ્યું હતું.
૨૮ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, FCA ૯.૩૩૭ બિલિયન ડોલર વધીને ૬૦૦.૬૭ બિલિયન ડોલર પર પહોંચ્યું હતું.દેશના સોનાના ભંડારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ અઠવાડિયે, સોનાના ભંડારમાં ૨.૧૯૧ બિલિયન ડોલરનો વધારો થઈને ૧૧૬.૪૦૯ બિલિયન ડોલર થયો છે. આ માર્ચના અંતથી ૧.૦૧૪ બિલિયન ડોલરનો વધારો દર્શાવે છે.
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસે ભારતનો સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) અનામત ૧૮.૮૧ બિલિયન ડોલર હતો, જે પાછલા સપ્તાહની તુલનામાં ૪૩ મિલિયન ડોલરનો ઘટાડો દર્શાવે છે. જોકે, માર્ચના અંતની સરખામણીમાં SDR અનામતમાં ૧૮૮ મિલિયન ડોલરનો વધારો થયો છે.




