For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

5Gના રોલઆઉટ માટે રૂ. અઢી લાખ કરોડના માળખાકીય રોકાણની જરૂર

- ભારતમાં ફાઈબરનો ફેલાવો અન્ય દેશોની સરખામણીએ ઘણો નીચો

Updated: Aug 17th, 2022

Article Content Image

મુંબઇ : ભારતમાં ફાઈબરનો ફેલાવો આવશ્યક સ્તર કરતા ઘણો નીચો હોવાથી ૫જી સેવાના અર્થપૂર્ણ   વિસ્તરણનો માર્ગ કરવા માળખાકીય વિકાસ માટે ટેલિકોમ ઉદ્યોગે આગામી ત્રણ વર્ષમાં રૂપિયા બેથી અઢી લાખ કરોડના ઈન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર પડશે.

ફાઈબરના ફેલાવાના હાલના નીચા સ્તરને કારણે આગામી ત્રણ વર્ષમાં રૂપિયા અઢી લાખ કરોડ સુધીના ઈન્વેસ્ટમેન્ટસની આવશ્યકતા રહેશે. 

જુન ૨૦૨૨માં દેશમાં ફાઈબરીકરણની ટકાવારી ૩૫.૧૧ જેટલી હતી તેને જોતા હજુ ભારતભરમાં ત્રણ લાખ કિ.મી. જેટલા વિસ્તારને આવરી લેવાનો રહે છે, એમ ક્રિસિલના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

હાલમાં ૪જી ઈન્ફ્રાસ્ટ્રકચર જે ટેકો  પૂરો પાડે છે તેના કરતા ૫જી નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રકચરે ૧૦ ગણા વધુ બેન્ડવિડથને ટેકો પૂરો પાડવાનો આવશે. દેશમાં હાલમાં કુલ ટાવરના ૩૫ ટકાનું ફાઈબરીકરણ થયેલ છે. 

૫જીના વિસ્તરણ માટે ટાવરના ૭૦ ટકાનું ફાઈબરીકરણ કરવાની જરૂરિયાત છે. ફાઈબર મારફત નેટવર્કની ઘનતા વધારવા પાછળ ઈન્વેસ્ટમેન્ટસ કરવાની આવશ્યકતા ઉપરાંત, નાના સેલ્સ તથા સક્રિય માળખાની વહેંચણી જેવી પહેલો પણ હાથ ધરવાની રહેશે. 

ભારતની સરખામણીએ દક્ષિણ કોરિઆ, અમેરિકા, જાપાન તથા ચીન જેવા દેશોમાં ફાઈબરાઈઝેશનની ટકાવારી ૮૫થી ૯૦ ટકા જેટલી છે, એમ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોવાઈડર્સ એસોસિએશન દ્વારા તાજેતરમાં જણાવાયું હતું. 

Gujarat