Business

ચોખાનું ઉત્પાદન ઘટતાં ટેન્શન વધ્યું, ખાદ્ય મોંઘવારી વધવાનું જોખમ, જોકે ઘઉંને લઇને રાહતના અહેવાલ

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
ચોમાસામાં ઓછો વરસાદ અને વાવણી વિસ્તારમાં ઘટાડાને કારણે કૃષિ પેદાશ પર અસર થઈ છે. છેલ્લા મહિનામાં ચોખાના ભાવમાં વધારો થયો છે, જે વાર્ષિક ધોરણે 12% જેટલો છે. ક્રિસિલ મુજબ, ડાંગરના ઉત્પાદનમાં 4% થી 5% ઘટાડો થવાની શક્યતા છે. કૃષિ મંત્રાલય અનુસાર, 2026ની ખરીફ સિઝનમાં ડાંગરનો વાવેતર વિસ્તાર 4% ઘટીને 42.68 મિલિયન હેક્ટર થયો છે. વેપારીઓ આગામી મહિનાઓમાં ભાવ વધવાની અપેક્ષા રાખે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોખાનું ઉત્પાદન ઘટતાં ટેન્શન વધ્યું, ખાદ્ય મોંઘવારી વધવાનું જોખમ, જોકે ઘઉંને લઇને રાહતના અહેવાલ

Rice Price High and Production Down News: ઓછા ઉત્પાદનની શક્યતાઓને પગલે છેલ્લા મહિનામાં ચોખાની વિવિધ જાતોના રિટેલ ભાવમાં વધારો જોવા મળ્યો છે, અને વેપારીઓ તથા નિકાસકારો આગામી મહિનાઓમાં ભાવ હજુ વધવાની અપેક્ષા રાખી રહ્યા છે. ગ્રાહક બાબતોના વિભાગના 'પ્રાઈસ મોનિટરિંગ સેલ' મુજબ, શુક્રવારે ચોખાનો સરેરાશ છૂટક ભાવ વધીને રૂ. 48.23 પ્રતિ કિલો થયો હતો, જે વાર્ષિક ધોરણે 12% નો વધારો દર્શાવે છે.

ક્રિસિલ ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું કે, આ સિઝનમાં પાક અંગેનું ચિત્ર મિશ્ર રહ્યું છે અને હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓ મુખ્ય પરિબળ બનીને ઊભરી રહી છે, ત્યારે ડાંગરના ઉત્પાદન (યીલ્ડ) માં 4% થી 5% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં આ મહિનાની શરૂઆતથી જ ડાંગરની લણણી શરૂ થઈ ગઈ છે.

કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, પાછલી સિઝનની સરખામણીએ 2026 ની ખરીફ સિઝનમાં ડાંગર હેઠળનો વાવણી વિસ્તાર 4% ઘટીને 42.68 મિલિયન હેક્ટર થયો છે. ડાંગરના વાવણી વિસ્તારમાં મોટો ઘટાડો કર્ણાટક 0.46 મિલિયન હેક્ટર, તેલંગાણા મિલિયન હેક્ટર, આંધ્રપ્રદેશ મિલિયન હેક્ટર અને તમિલનાડુ મિલિયન હેક્ટર જેવા રાજ્યોમાં નોંધાયો છે.

વેપાર જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2025-26 ના 154 મિલિયન ટન ના વિક્રમી ઉત્પાદનની સરખામણીએ 2026-27 ના પાક વર્ષ (જુલાઈ-જૂન) માં ચોખાનું ઉત્પાદન ઘટીને 147 મિલિયન ટન રહેવાની શક્યતા છે. 2025-26 ની સિઝનમાં ચીનને પાછળ છોડીને ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો હતો.

ચોખાના વધતા ભાવો અનાજ શ્રેણીમાં ખાદ્ય મોંઘવારીમાં વધુ ઉછાળો લાવી શકે છે, જોકે સરકાર પાસે ઉપલબ્ધ વિશાળ સરપ્લસ સ્ટોકને કારણે ઘઉંના ભાવમાં વધારો મર્યાદિત રહેવાની ધારણા છે. ઓગસ્ટ 2026 ના 5.89% ની સરખામણીએ સપ્ટેમ્બરમાં ચોખામાં રિટેલ મોંઘવારી દર 8.25% રહ્યો હતો.