કૃષિ ચીજવસ્તુઓના ઊંચાભાવથી ખાદ્ય ફુગાવો વકરવાના એંધાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચોખા, ખાંડ, સરસવનું તેલ અને ડુંગળી સહિતની કૃષિ ચીજોના ભાવ ગત વર્ષની તુલનાએ નોંધપાત્ર ઊંચા
અમદાવાદ : ગ્રાહક બાબતોના વિભાગના પ્રાઈસ મોનિટરિંગ સેલ મુજબ, ચોખા, ખાંડ, સરસવનું તેલ અને ડુંગળી સહિતની મુખ્ય કૃષિ ચીજવસ્તુઓના છૂટક ભાવ પાછલા વર્ષની સરખામણીએ નોંાૃધપાત્ર રીતે ઊંચા સ્તરે છે. આ ચીજવસ્તુઓના ભાવમાં વાૃધારાનું કારણ ઉત્પાદનમાં ઘટાડો અને વૈશ્વિક બજારમાં ઊંચા ભાવો છે. આ ચીજવસ્તુઓના ઊંચા ભાવો આગામી મહિનાઓમાં ખાદ્ય ફુગાવો વાૃધુ વાૃધારે તેવી શક્યતા છે.
ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં રિટેલ ખાદ્ય ફુગાવો ૫.૯૫% રહ્યો હતો, જેનું મુખ્ય કારણ આદુ, લસણ, ડુંગળી, ખાંડ અને ખાદ્ય તેલના ભાવમાં વાૃધારો હતો. સપ્ટેમ્બર મહિના માટે ગ્રાહક ભાવ સૂચકાંકના આંકડા સોમવારે જાહેર થવાના છે.
હાલમાં ડુંગળીના સરેરાશ રિટેલ ભાવ વધીને રૂ. ૫૩.૫૨ પ્રતિ કિલો થયા હતા, જે એક વર્ષ અગાઉ કરતાં ૧૦૦% વાૃધુ છે. છેલ્લા એક મહિનામાં છૂટક ભાવમાં ૫૦% થી વધુનો વધારો થયો છે, જ્યારે દિલ્હી-એનસીઆરમાં ભાવ રૂ. ૬૦ પ્રતિ કિલોને વટાવી ગયા છે.
જોકે, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં ખરીફ પાકની નવી આવક શરૂ થવા, વાવેતર વિસ્તાર વધવા અને પાકની સ્થિતિ મજબૂત હોવાને કારણે મહારાષ્ટ્રમાં સરેરાશ મંડીના ભાવમાં લગભગ ૧૩%નો ઘટાડો જોવા મળ્યો છે.
ભાવવાૃધારાને નિયંત્રિત કરવા માટે સરકારે તેના બફર સ્ટોકમાંથી રૂ. ૩૫ પ્રતિ કિલોના સબસિડીવાળા દરે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે, જ્યારે સૂત્રોનું કહેવું છે કે ખરીફ પાકની સંપૂર્ણ આવક ન થાય ત્યાં સુધી ઓક્ટોબરના અંત સુધી ભાવ વધવાની શક્યતા છે.
શુક્રવારે ખાંડ અને સરસવના તેલના છૂટક ભાવ વધીને અનુક્રમે રૂ. ૫૫.૩૪ પ્રતિ કિલો અને રૂ. ૨૦૩.૩૯ પ્રતિ કિલો થયા હતા, જે પાછલા વર્ષની સરખામણીએ ૧૯% અને ૮% નો વધારો દર્શાવે છે.
૨૦૨૫-૨૬ સીઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન ઉત્પાદનમાં ઘટાડાને કારણે ઓગસ્ટમાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો અને સરકારે ૧૦ લાખ ટન કાચી ખાંડની આયાત કરવાની જાહેરાત કરી હતી.
ઉદ્યોગ જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સીઝન (૨૦૨૬-૨૭) માટે શેરડીનું પિલાણ આ મહિનાના અંતમાં શરૂ થવાની ધારણા હોવાથી ખાંડનો પુરવઠો સુધરશે અને જેથી ભાવમાં ઘટાડો થશે.
મુખ્ય કૃષિ ચીજોના રિટેલ ભાવમાં વધારો
જણસ | ફેરફાર (%માં) |
ચોખા | ૯ |
ખાંડ | ૧૯ |
સરસવનું તેલ | ૮ |
ડુંગળી | ૧૦૦ |
ઘઉં | ૧ |
બટાકા | ૧૦ |




