Business

સોના-ચાંદીની આયાત પર નાણામંત્રી અને RBI ગવર્નરનું મોટું નિવેદન, ટ્રમ્પના ટૅરિફ મુદ્દે જુઓ શું કહ્યું

By GS Team
23 Feb 20262 mins read
TukuTouch Logo
ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)ના સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટર્સની 61મી બેઠક સોમવારે (23મી ફેબ્રુઆરી) નવી દિલ્હી સ્થિત RBI ભવન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશની આર્થિક સ્થિતિ, સોના-ચાંદીની આયાત અને અમેરિકા દ્વારા લાદવામાં આવતા સંભવિત ટૅરિફ મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીની આયાત પર નાણામંત્રી અને RBI ગવર્નરનું મોટું નિવેદન, ટ્રમ્પના ટૅરિફ મુદ્દે જુઓ શું કહ્યું

RBI Board Meeting: ભારતીય રિઝર્વ બૅન્ક (RBI)ના સેન્ટ્રલ બોર્ડ ઑફ ડિરેક્ટર્સની 61મી બેઠક સોમવારે (23મી ફેબ્રુઆરી) નવી દિલ્હી સ્થિત RBI ભવન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશની આર્થિક સ્થિતિ, સોના-ચાંદીની આયાત અને અમેરિકા દ્વારા લાદવામાં આવતા સંભવિત ટૅરિફ મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા કરી હતી.

સોના-ચાંદીની આયાત મુદ્દે રાહતની વાત

સોના-ચાંદી અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું હતું કે, 'દેશમાં સોના અને ચાંદીની આયાત હાલ ચિંતાજનક સ્તરે નથી. વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બૅન્કો દ્વારા થઈ રહેલી મોટી ખરીદીને કારણે સોનાના ભાવ વધ્યા છે. ભારતીય ઘરોમાં સોનું પરંપરાગત રોકાણ છે અને તહેવારોમાં તેની માંગ રહે જ છે. જોકે, ભાવ હજુ ચોક્કસ મર્યાદા પાર કરી શક્યા નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.'

આ પણ વાંચો: EPFOએ ગુડ ન્યૂઝ આપી, વધુ પેન્શનવાળી આ સુવિધા ફરી બહાલ કરી! જાણો કોને થશે ફાયદો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા સંભવિત ટૅરિફ ફેરફારો અંગે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 'અમેરિકાના ટૅરિફ ફેરફારોની અર્થતંત્ર પર શું અસર થશે તે અંગે ટિપ્પણી કરવી હજુ વહેલું ગણાશે. વાણિજ્ય મંત્રી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. બૅન્કોએ વીમા ઉત્પાદનોનું ખોટી રીતે વેચાણ કરવાને બદલે તેમના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.'

'સોનાની આયાત અંગે કોઈ ચિંતા નથી'

આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રાએ ખાતરી આપી હતી કે સોનાની આયાત અંગે કોઈ નોંધપાત્ર ચિંતા નથી. બાહ્ય ક્ષેત્ર મજબૂત છે અને ચાલુ ખાતાની ખાધ વ્યવસ્થાપિત સ્તરની અંદર છે. આરબીઆઇ અર્થતંત્રની ઉત્પાદક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતી તરલતા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.