For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાંચ દિવસની તેજીને સપ્તાહના અંતે બ્રેક : શેરોમાં કડાકો

Updated: Apr 26th, 2024

પાંચ દિવસની તેજીને સપ્તાહના અંતે બ્રેક : શેરોમાં કડાકો

- ઘર આંગણે ભારતીય શેર બજારોમાં શુક્રવારે વિપરીત ચાલે મોટું પ્રોફિટ બુકિંગ થયું હતું

- મારૂતી સુઝુકીના  સારા પરિણામ અને આઈટી કંપનીઓ ટેક મહિન્દ્રા, વિપ્રો સહિતમાં સારા પરિણામે મજબૂતીએ મોટું ધોવાણ  અટક્યું હતું

મુંબઈ: કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આઈટી કંપનીઓના પરિણામો પાછળ તેજી અને બેંકિંગ-ફાઈનાન્સ કંપનીઓના પણ એકંદર સારા પરિણામો છતાં આજે ફંડોએ ફાઈનાન્સ ટ્વિન્સ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વમાં કડાકા સાથે ઈન્ડસઈન્ડ બેંકના રિઝલ્ટ પાછળ કડાકો બોલાવી દીધો હતો. શેરોમાં ઈન્ડેક્સ બેઝડ સળંગ પાંચ દિવસની તેજીને આજે સપ્તાહના અંતે બ્રેક લાગી હતી.

 એશીયા-પેસેફિક, યુરોપના  દેશોના બજારોમાં એકંદર તેજી અને અમેરિકી બજારોમાં  ગુગલની પેરન્ટ આલ્ફાબેટ અને માઈક્રાસોફ્ટના પ્રોત્સાહક પરિણામને લઈ ફયુચર્સમાં મજબૂતી છતાં ઘર આંગણે ભારતીય શેર બજારોમાં આજે વિપરીત ચાલે મોટું પ્રોફિટ બુકિંગ થયું હતું. અલબત મારૂતી સુઝુકીના  સારા પરિણામ અને આઈટી કંપનીઓ ટેક મહિન્દ્રા, વિપ્રો સહિતમાં  સારા પરિણામે મજબૂતીએ મોટું ધોવાણ  અટક્યું હતું. સેન્સેક્સ અંતે ૬૦૯.૨૮ પોઈન્ટ ગબડીને ૭૩૭૩૦.૧૬ અને નિફટી સ્પોટ ૧૫૦.૪૦ પોઈન્ટ તૂટીને ૨૨૪૧૯.૯૫  બંધ રહ્યા હતા

Gujarat