- ક્રુડમાં 18 ટકાનો કડાકો : વિદેશી ફંડોની શેરોમાં વેચવાલી ધીમી પડી : મોટાપાયે શોર્ટ કવરિંગ થયું
- સેન્સેક્સ 2946 પોઈન્ટની છલાંગે 77563
- નિફટી સ્પોટ 874 પોઈન્ટ ઉછળી 23997 : ચાર મહિનાનો સૌથી મોટો ઉછાળો : ઓટો, બેંકિંગ, કન્ઝયુમર, મેટલ, રિયાલ્ટી શેરોમાં તોફાની તેજી :FPIs/FIIની રૂ.2812 કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : ઈરાન અને અમેરિકા અંતે ૧૪ દિવસ માટે યુદ્વ વિરામ માટે સંમત થતાં અને બન્ને દેશો વચ્ચે મંત્રણાનો દોર શુક્રવારથી શરૂ થવાના પોઝિટીવ ડેવલપમેન્ટે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં રોકાણકારોને હાશકારો થયો હતો. ટ્રમ્પ જાણે માંડ માંડ યુદ્વના દલદલમાંથી બહાર નીકળી શક્યા હોય એમ પાકિસ્તાન અને ચાઈનાની મધ્યસ્થીથી ઈરાન સાથે બે અઠવાડિયાનો યુદ્વ વિરામ કરવા સંમત થતાં વૈશ્વિક બજારોમાં આજે ક્રુડ ઓઈલના ભાવમાં ૧૮ ટકા જેટલો કડાકો બોલાઈ જતાં અને વિશ્વની ઈંધણની કટોકટી દૂર થવાની અપેક્ષાએ આજે ભારતીય શેર બજારોમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ ફરી શેરોમાં લાવલાવ કરી મૂકી તેજીના ઘોડા દોડતા કર્યા હતા. વિદેશી ફંડોની આજે વેચવાલી ધીમી પડયા સાથે મોટાપાયે શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. શેરોમાં સાર્વત્રિક તોખાર તેજીના પરિણામે રોકાણકારોની સંપતિમાં ધરખમ રૂ.૧૬.૨૫ લાખ કરોડનો વિક્રમી વધારો થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ રેપો રેટ યથાવત રાખતાં બજારને ટેકો મળ્યો હતો. પાછલા દિવસો અસાધારણ તૂટેલા ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ ખરીદી સાથે હેલ્થકેર, આઈટી, રિયાલ્ટી શેરોમાં મજબૂત તેજી થઈ હતી. સેન્સેક્સ ૨૯૪૬.૩૨ પોઈન્ટની છલાંગે ૭૭૫૬૨.૯૦ અને નિફટી ૫૦ સ્પોટ ૮૭૩.૭૦ પોઈન્ટ ઉછળીને ૨૩૯૯૭.૩૫ બંધ રહ્યા હતા. જે છેલ્લા ચાર મહિનાનો સૌથી મોટો ઉછાળો જોવાયો છે.
ઓટો ઈન્ડેક્સ ૩૫૨૪ પોઈન્ટ ઉછળ્યો : અશોક લેલેન્ડ રૂ.૧૯, ટાટા મોટર્સ રૂ.૨૬, આઈશર રૂ.૫૨૫ ઉછળ્યા
ક્રુડ ઓઈલના ભાવો તૂટતાં અને પેટ્રોલ, ડિઝલના ભારતમાં પર્યાપ્ત પુરવઠાની સાથે હવે યુદ્વ વિરામથી વાહનોની નિકાસ પર ફરી વધવાની અપેક્ષાએ આજે ઓટોમોબાઈલ શેરોમાં સર્વાધિક તોફાની તેજી જોવાઈ હતી. અશોક લેલેન્ડ રૂ.૧૯.૩૫ ઉછળીને રૂ.૧૭૨.૩૦, મધરસન રૂ.૯.૬૫ વધીને રૂ.૧૧૮.૦૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૨૬.૪૦ વધીને રૂ.૩૩૫.૦૫, આઈશર મોટર્સ રૂ.૫૨૫.૦૫ વધીને રૂ.૭૧૩૩.૧૦, બોશ રૂ.૨૫૨૩.૩૫ વધીને રૂ.૩૫૯૪૨.૩૦, ઉનો મિન્ડા રૂ.૭૦.૦૫ વધીને રૂ.૧૦૯૦.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૦૪.૧૦ વધીને રૂ.૩૨૧૦.૭૦, ટીવીએસ મોટર રૂ.૨૨૮.૭૫ વધીને રૂ.૩૬૯૭.૮૫, ભારત ફોર્જ રૂ.૧૦૯.૭૫ વધીને રૂ.૧૭૮૦.૬૦, મારૂતી સુઝુકી રૂ.૮૦૨.૭૫ વધીને રૂ.૧૩,૬૦૨.૫૫, હીરો મોટોકોર્પ રૂ.૨૩૫.૭૦ વધીને રૂ.૫૨૮૫.૯૫, એમઆરએફ રૂ.૫૮૩૧.૯૦ વધીને રૂ.૧,૩૩,૦૬૧.૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૭૨.૪૦ વધીને રૂ.૧૭૭૯.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૫૨૩.૯૫ પોઈન્ટ એટલે કે ૬.૫૫ ટકા ઉછળીને ૫૭૮૨૩.૦૬ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૩૩૯૩ પોઈન્ટ ઉછળ્યો : એયુ રૂ.૮૦, યુનિયન રૂ.૧૪, બીઓબી રૂ.૧૮, એક્સિસ બેંક રૂ.૮૨ ઉછળ્યા
બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે પણ પાછલા દિવસોમાં મોટાપાયે ધોવાણ બાદ આજે ફંડો, મહારથીઓએ ફરી મોટી ખરીદી કરી તોફાની તેજી લાવી હતી. એયુ સ્મોલ બેંક રૂ.૭૯.૯૦ વધીને રૂ.૯૬૭.૪૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૩.૯૦ વધીને રૂ.૧૮૫.૭૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૪.૬૭ વધીને રૂ.૬૫.૯૦, કેનેરા બેંક રૂ.૯.૬૫ વધીને રૂ.૧૩૯.૧૫, બેંક ઓફ બરોડા રૂ.૧૭.૯૫ વધીને રૂ.૨૭૬, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૫૨.૧૦ વધીને રૂ.૮૩૫.૮૦, એક્સિસ બેંક રૂ.૮૨.૧૦ વધીને રૂ.૧૩૩૨.૮૦, પીએનબી રૂ.૬.૬૦ વધીને રૂ.૧૧૧.૧૫, એચડીએફસી બેંક રૂ.૪૪.૦૪ વધીને રૂ.૮૧૬.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬૩.૦૫ વધીને રૂ.૧૩૦૯.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩૦.૮૦ વધીને રૂ.૧૦૬૧.૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૩૯૩.૩૫ પોઈન્ટ ઉછળીને ૬૨૭૦૧.૬૮ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં તોફાની તેજી : પીજી ઈલેક્ટ્રો, અંબર, કલ્યાણ જવેલર્સ, ટાઈટનમાં ફંડોની તોફાની તેજી
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક ખરીદી કરતાં તોફાની ઉછાળો આવ્યો હતો. પીજી ઈલેક્ટ્રો રૂ.૪૧.૭૦ વધીને રૂ.૪૮૨.૩૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૦૭.૦૫ વધીને રૂ.૬૯૪૧.૦૫, કલ્યાણ જવેલર્સ રૂ.૩૧.૧૦ વધીને રૂ.૪૪૫.૪૦, ટાઈટન કંપની રૂ.૨૬૧.૬૦ વધીને રૂ.૪૪૯૨.૩૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૫૨૭.૫૦ વધીને રૂ.૧૦૬૪૫, બ્લુ સ્ટાર રૂ.૭૯.૧૦ વધીને રૂ.૧૬૧૯.૦૫, એશીયન પેઈન્ટ રૂ.૯૭.૫૦ વધીને રૂ.૨૨૮૫.૧૦, ક્રોમ્પ્ટન રૂ.૧૧.૭૫ વધીને રૂ.૨૪૬.૧૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૮૦૬.૬૧ પોઈન્ટ એટલે કે ૫.૧૫ ટકા ઉછળીને ૫૭૨૫૭.૭૮ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ફંડોની જંગી ખરીદી : લોઢા ડેવલપર્સ, પ્રેસ્ટિજ એસ્ટેટ, ડીએલએફ, ફિનિક્સ, ગોદરેજ ઉછળ્યા
રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ હવે યુદ્વ વિરામ બાદ ઘણી કંપનીઓ માટે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની નવી બિઝનેસ તકો ખુલવાની અને ભારતમાં પણ ગલ્ફ દેશોમાં વસવાટ કરનારાઓની પ્રોપર્ટી ખરીદી વધવાની અપેક્ષાએ આજે રિયાલ્ટી શેરોમાં ફંડોએ જંગી ખરીદી કરી હતી. લોઢા ડેવલપર્સ રૂ.૬૦.૯૦ વધીને રૂ.૭૭૯.૨૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૯૯.૩૫ વધીને રૂ.૧૩૨૧.૯૦, ડીએલએફ રૂ.૩૯.૫૦ વધીને રૂ.૫૭૩.૨૫, ફિનિક્સ રૂ.૧૧૭.૦૫ વધીને રૂ.૧૭૧૧.૯૦, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૯૭ વધીને રૂ.૧૭૦૨.૫૫, અનંત રાજ રૂ.૨૫.૩૦ વધીને રૂ.૪૮૪.૮૦, શોભા ડેવલપર્સ રૂ.૬૧.૩૦ વધીને રૂ.૧૨૯૧.૫૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૭૫.૫૫ વધીને રૂ.૧૬૩૫.૭૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૩૬૬.૮૮ પોઈન્ટ એટલે કે ૬.૭૬ ટકા ઉછળીને ૫૭૯૪.૮૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૦૬૦ પોઈન્ટ ઉછળ્યો : આઈનોક્સ વિન્ડ, સુઝલોન, કેઈઆઈ ઉછળ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. આઈનોક્સ વિન્ડ રૂ.૫.૫૧ ઉછળીને રૂ.૮૬.૫૪, સુઝલોન રૂ.૨.૭૨ વધીને રૂ.૪૪.૨૫, કેઈઆઈ રૂ.૨૬૭.૩૫ વધીને રૂ.૪૫૦૪.૭૫, જયોતી સીએનસી રૂ.૪૪ વધીને રૂ.૮૧૦.૩૫, પોલીકેબ રૂ.૩૭૧.૨૦ વધીને રૂ.૭૬૦૧.૧૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૭૦.૦૫ વધીને રૂ.૧૪૬૫.૪૫, સિમેન્સ રૂ.૧૫૩.૫૦ વધીને રૂ.૩૨૨૭.૬૦, ભેલ રૂ.૧૨.૩૦ વધીને રૂ.૨૬૫.૮૦, ટીમકેન રૂ.૧૫૮.૯૫ વધીને રૂ.૩૪૪૧.૮૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૦૬૦.૧૬ પોઈન્ટ વધીને ૬૯૪૪૨.૪૨ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ફંડોએ તેજીનો મોટો વેપાર ગોઠવ્યો : અદાણી એન્ટર. રૂ.૧૬૨, એપીએલ રૂ.૧૫૮ વધ્યા
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે દેશ-વિદેશમાં મોટી બિઝનેસ તકો અને ઈરાન યુદ્વના વિરામ બાદ ફરી ગલ્ફ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો માટે સ્ટીલ, સિમેન્ટની મોટી માંગ નીકળવાની અપેક્ષાએ આજે સ્ટીલ, મેટલ-માઈનીંગ શેરોમાં આક્રમક ખરીદી થઈ હતી. અદણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૬૨.૨૫ વધીને રૂ.૨૦૪૩.૫૫, એપીએલ અપોલો રૂ.૧૫૮ વધીને રૂ.૨૦૪૮.૫૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૩૧.૬૦ વધીને રૂ.૭૫૩.૩૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૦.૮૦ વધીને રૂ.૫૫૯.૧૫, જિન્દાલ સ્ટીલ રૂ.૪૪.૩૫ વધીને રૂ.૧૨૧૨.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪૨.૭૦ વધીને રૂ.૧૧૯૪.૦૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૧૪.૫૫ પોઈન્ટ ઉછળીને ૩૯૮૩૯.૬૦ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં તેજી : રાજસ્થાનમાં રિફાઈનરી સ્થાપવા મંજૂરીએ એચપીસીએલ રૂ.૩૩ ઉછળ્યો
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં કડાકો બોલાઈ જતાં ભારતીય ઓઈલ રિફાઈનરી-માર્કેટિંગ પીએસયુ કંપનીઓ સહિત માટે આયાત ખર્ચમાં મોટો ઘટાડો થવાની અપેક્ષાએ આજે ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોએ તેજીનો સંચાર કર્યો હતો. એચપીસીએલ દ્વારા રાજસ્થાનમાં રિફાઈનરી સ્થાપવાને સરકારની મંજૂરીએ શેર રૂ.૩૨.૯૦ વધીને રૂ.૩૬૪.૩૦ રહ્યો હતો. અદાણી ટોટલ ગેસ રૂ.૩૯.૪૫ વધીને રૂ.૫૫૮.૮૦, બીપીસીએલ રૂ.૨૦.૬૫ વધીને રૂ.૨૯૮.૦૫, આઈઓસી રૂ.૮.૯૦ વધીને રૂ.૧૪૩.૪૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૩.૧૦ વધીને રૂ.૧૩૪૭.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૯૮૯.૬૯ પોઈન્ટ ઉછળીને ૨૬૫૪૭.૦૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી : સિગાચી, કોપરાન, સન ફાર્મા એડવાન્સ, ડિકાલ વધ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોએ આજે સિલેક્ટિવ ખરીદી કરી હતી. સિગાચી રૂ.૧.૭૯ વધીને રૂ.૨૦.૯૭, કોપરાન રૂ.૧૧.૬૦ વધીને રૂ.૧૪૬.૧૫, સન ફાર્મા એડવાન્સ રૂ.૯.૯૫ વધીને રૂ.૧૩૬.૨૦, ડિકાલ રૂ.૧૧.૮૦ વધીને રૂ.૧૬૨.૧૦, ન્યુલેન્ડ લેબ રૂ.૮૮૪.૭૦ વધીને રૂ.૧૪૦૫૦.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૪૭ પોઈન્ટ વધીને ૪૨૦૯૬.૯૪ બંધ રહ્યો હતો.
એનએસઈ પર ૩૩૭૦ ટ્રેડેડ શેરો પૈકી ૨૯૬૦ શેરો પોઝિટીવ : માત્ર ૩૪૧ શેરો નેગેટીવ બંધ
એનએસઈ પર આજે ટ્રેડિંગ થયેલા ૩૩૭૦ શેરો-સ્ક્રિપો પૈકી ૨૯૬૦ શેરો પોઝિટીવ બંધ રહ્યા હતા. જ્યારે ૩૪૧ શેરો નેગેટીવ બંધ રહ્યા હતા. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૯૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૮૩૨ અને ઘટનારની ૫૭૫ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૨૮૧૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૧૬૮ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૮૧૧.૯૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૯,૦૯૨.૦૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૧,૯૦૪.૦૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૪૧૬૮.૧૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૯,૦૦૩.૩૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૪,૮૩૫.૨૨ કરોડની વેચવાલી કરી હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. જંગી રૂ.૧૬.૨૫ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૫૧ લાખ કરોડ પહોંચ્યું
શેરોમાં સાર્વત્રિક ધૂમ ખરીદીના પરિણામે અનેક શેરોના ભાવો ઉછળતા રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૬.૨૫ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૫૧ લાખ કરોડ પહોંચ્યું હતું.
યુદ્વ વિરામ અને ક્રુડના ભાવમાં કડાકાના પગલે...
ઈન્ડિયા VIX વોલેટીલિટી ઈન્ડેક્સ 21 ટકા ગબડયો
મુંબઈ : ઈરાન અને અમેરિકા બે અઠવાડિયા માટે યુદ્વ વિરામ કરવા સંમત થતાં વિશ્વએ આજે હાશકારો અનુભવ્યા સાથે ક્રુડ ઓઈલના ભાવ ૧૮ ટકા જેટલા તૂટી જઈ ૧૦૦ ડોલરની સપાટી તોડી દેતાં ભારતીય શેર બજારનો વોલેટીલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ પણ ૨૧ ટકાથી વધુ ગબડી ગયો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રચર પર હુમલા મોકૂફ રાખતાં વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ૨૦.૩૩ ડોલર એટલે કે ૧૮ ટકા તૂટીને બ્રેન્ટના ૧૭.૯૨ ડોલર ૧૭ ટકા તૂટીને ૯૧.૩૫ ડોલર થઈ જતાં વોલેટીલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ પણ આજે ૨૧.૧ ટકા તૂટીને ૧૯.૪૮ લેવલે આવી ગયો હતો. જે આજે અંતે ૨૦.૨૪ ટકા એટલે કે ૫ પોઈન્ટ તૂટીને ૧૯.૭૦ જેટલો રહ્યો હતો. ઈન્ડિયા વીઆઈએક્સ એ નિફટી ૫૦ ઈન્ડેક્સ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટસ પર આધારિત ફયુચર વોલેટીલિટીની બજારની અપેક્ષાનો સંકેત આપે છે. ઉલ્લેખનીય છે કે, ઈરાન વિરૂધ્ધ અમેરિકા અને ઈઝરાયેલનું યુદ્વ શરૂ થયું ત્યારે ઈન્ડિયા વીઆઈએક્સમાં ૨૫ ટકા જેટલો તોફાની ઉછાળો એક દિવસમાં જોવાયો હતો.
સેન્સેક્સની 2946 પોઈન્ટની તોફાની તેજીમાં HDFCનો સર્વાધિક 567 પોઈન્ટનો હિસ્સો
|
કંપનીનું નામ |
બંધ ભાવ |
વધારો |
પોઈન્ટમાં હિસ્સો |
|
- |
૮, એપ્રિલ |
(રૂપિયા) |
|
|
એચડીએફસી બેંક |
૮૧૬.૧૦ |
+૪૪.૦૫ |
૫૬૭.૧૧ |
|
ICICI બેંક |
૧૩૦૯.૨૫ |
+૬૩.૦૫ |
૩૮૧.૩૭ |
|
લાર્સન એન્ડ ટુબ્રો |
૪૦૦૭.૩૫ |
+૨૮૪.૩૫ |
૨૮૦.૯૭ |
|
રિલાયન્સ ઈન્ડ. |
૧૩૪૭.૭૫ |
+૪૩.૧૦ |
૨૪૬.૪૪ |
|
એક્સિસ બેંક |
૧૩૩૨.૮૦ |
+૮૨.૧૦ |
૧૯૮.૩૧ |
|
મહિન્દ્રા મહિન્દ્રા |
૩૨૧૦.૭૦ |
+૨૦૪.૧૦ |
૧૫૪.૪૨ |
|
બજાજ ફાઈનાન્સ |
૯૧૫.૪૫ |
+૬૦.૧૫ |
૧૩૬.૦૦ |
|
સ્ટેટ બેંક ઈન્ડિયા |
૧૦૬૧.૧૦ |
+૩૦.૮૦ |
૧૦૮.૧૧ |
|
કોટક બેંક |
૩૮૦ |
+૧૭.૩૦ |
૧૦૭.૬૦ |
|
ટાઈટન કંપની |
૪૪૯૧.૩૦ |
+૨૬૧.૬૦ |
૯૦.૨૮ |
|
મારૂતી સુઝુકી |
૧૩,૬૦૨ |
+૮૦૨.૭૫ |
૮૯.૫૮ |
|
ભારતી એરટેલ |
૧૮૬૧.૫૫ |
+૨૯.૪૦ |
૭૦.૮૩ |


