Get The App

સોનાના ભાવમાં હજુ ઘટાડો થશે? નિષ્ણાતોએ મધ્યમવર્ગને આપ્યા ખુશખબર!

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
સોનાના ભાવમાં હજુ ઘટાડો થશે? નિષ્ણાતોએ મધ્યમવર્ગને આપ્યા ખુશખબર! 1 - image
Image Source: Envato AI

Gold Rate News: થોડા દિવસ બાદ દેશમાં તહેવારોની સીઝન શરુ થવા જઈ રહી છે. નવરાત્રિ બાદ દિવાળી અને ધનતેરસ છે, આ દરમિયાન દેશમાં સોના-ચાંદી ખરીદવાની પરંપરા રહી છે. પરંતુ આ વખતે તહેવારો થોડા ફિકા રહી શકે છે, કારણ કે સોનું-ચાંદી એટલું મોંઘું થઈ ગયું છે કે ભાવ સાંભળતાં જ લોકો વિચારમાં પડી જાય છે.

જો કે, ગત એક વર્ષમાં સોનું અંદાજિત 46 ટકા મોંઘું થઈ ચૂક્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ વર્ષે એટલે 2025માં જ સોનાના ભાવ 40 ટકા સુધી વધી શકે છે. એક વર્ષ પહેલા 24k કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ અંદાજિત 75 હજાર રૂપિયા હતા, જે વધીને 1,10,000 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે.

તહેવારની સીઝનમાં ખરીદી કરનારા સિવાય એ લોકો પણ ચિંતામાં છે જેમના આ વર્ષે લગ્ન છે, ઘરેણાં વગર તો લગ્ન ભાગ્યે જ થતાં હોય છે, અને જ્વેલરીના ભાવ એટલા વધી ચૂક્યા છે કે સામાન્ય પરિવારનું બજેટ બગડતું જઈ રહ્યું છે. કારણ કે એક વર્ષમાં 10 ગ્રામ સોનાના ભાવમાં અંદાજિત 35000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.

એક વર્ષમાં સોનાનું ક્યાંથી ક્યાં (24 કેરેટ)

• સપ્ટેમ્બર 2024: 75,930 રૂપિયા
 સપ્ટેમ્બર 2025: 1,11,000 રૂપિયા

આ વચ્ચે ગત બે દિવસોમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે 24 કેરેટ સોનું અંદાજિત 500 રૂપિયા સસ્તું થયું છે. IBJAના અનુસાર, સોનાના ભાવ ગુરુવારે 1,09,264 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે બુધવારે ભાવ 1,09,733 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. આ અગાઉ મંગળવારે ભાવ 1,10,869 રૂપિયા પ્રતિ ગ્રામ હતો. જણાવી દઈએ કે, આ સોનાનો ઓલટાઇમ હાઇ રેટ પણ છે. એટલે મંગળવારની સરખામણીમાં સોનું 1600 રૂપિયાથી વધુ સસ્તું થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો: 2025માં પહેલીવાર અમેરિકાએ વ્યાજ દર ઘટાડ્યાં, ભારત પર અસર દેખાશે

સોનાના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા

બુધવારની સરખામણીમાં ચાંદીમાં ગુરુવારે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. 17 સપ્ટેમ્બરે 1 કિલો ચાંદીના ભાવ 1,25,756 રૂપિયા હતો, જે ગુરુવારે ઘટીને 1,25,563 રૂપિયા પર પહોંચી ગયો. જ્યારે 16 સપ્ટેમ્બરે ચાંદીના ભાવ વધીને 1,29,300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો હતો. એટલે બે દિવસમાં ચાંદીના ભાવ લગભગ 3500 રૂપિયા ઘટી ચૂક્યા છે.

જો કે, અમેરિકન ફેડરલ રિઝર્વથી વ્યાજદરોમાં ઘટાડો કરી દેવાયો છે. ફેડે બેન્ચમાર્ક દરને 4.25 ટકાથી ઘટાડીને 4.0 ટકા કરી દીધો છે. આ નિર્ણયથી સોના-ચાંદીના ભાવ પર અસર પડી છે અને ભાવ તૂટવા લાગ્યા છે. ટેરિફની અસર ઘરેણાં ઉદ્યોગ પર પણ પડી રહી છે. આનાથી ભારતીય નિકાસ પર અસર થઈ છે, ખાસ કરીને અમેરિકામાં થતાં બિઝનેસને.

પરંતુ જે રીતે વ્યાજ દરોમાં ઘટાડો આવ્યો અને હજુ પણ ઘટાડાના સંકેત અપાયા છે, જેનાથી સોના-ચાંદી પર પ્રેશર વધી શકે છે, સાથે જ ટેરિફને લઈને પણ ધીરે-ધીરે વચ્ચેનો રસ્તો નીકળી રહ્યો છે. નિષ્ણાંતોના મતે સોના-ચાંદીમાં હાલ નફો કમાઈ લેવાનો પણ સમય છે, કારણ કે આ વર્ષે સોનામાં એકતરફી તેજી જોવા મળી છે.

ક્યારે ખરીદવું સોનું?

જોકે, હાલના સમયમાં દરેક મધ્યમવર્ગીય પરિવારનો એક જ સવાલ છે કે સોનું-ચાંદી અત્યારે ખરીદવું કે પછી ઘટાડો થવાનો છે? તેના જવાબમાં વધુ પડતાં એક્સપર્ટ્સ સલાહ આપી રહ્યા છે કે, આંખો બંધ કરીને સોના-ચાંદીમાં રોકાણ કરતાં બચો, કારણ કે ભાવ ખૂબ વધી ગયા છે, ઘટાડો થવાની શક્યતા છે. તેવામાં જો તમે હાલના ભાવમાં રોકાણ કરવા ઇચ્છો છો તો પછી આગામી સમયમાં પછતાવું પડી શકે છે. એટલા માટે હજુ ઓછામાં ઓછા 3-6 મહિનાની રાહ જુએ. જો તમે ખરીદવાનું મન બનાવી લીધું છે, તો પછી થોડું થોડું રોકાણ કરો.

આ પણ વાંચો: GST ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપતા વેપારી દંડ-સજાને પાત્ર થશે, કોઈ ભ્રમ પાળતા નહીં

Tags :