US Fed Rate Cut: 2025માં પહેલીવાર અમેરિકાએ વ્યાજ દર ઘટાડ્યાં, ભારત પર અસર દેખાશે
US Fed Rate Cut News : યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે એક મોટું પગલું ભરતાં વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25% નો ઘટાડો કર્યો. સેન્ટ્રલ બેંક દ્વારા પોલિસી રેટમાં આ એક ચતૃર્થાંસ પોઈન્ટના ઘટાડાથી હવે તે 4 થી 4.25% ની રેન્જમાં આવી ગયું છે. અગાઉ વ્યાજ દર 4.25 થી 4.50% ની રેન્જમાં હતા.
ભારત પર થશે અસર
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ આ વર્ષનો યુએસ ફેડનો આ પહેલો વ્યાજદર ઘટાડો છે અને ટ્રમ્પ વારંવાર ફેડ સામે વ્યાજ દર ઘટાડા અંગે નિશાત તાકી રહ્યા હતા. યુએસના આ પગલાથી એશિયન બજારો તેમજ ભારતીય શેરબજાર પર અસર થવાની ધારણા છે.
વર્ષના અંતે હજુ ઘટાડાના સંકેત
અમેરિકામાં વ્યાજદર ઘટાડાથી ટ્રમ્પના ટેરિફને કારણે ફુગાવાના વધતા જોખમને કાબુમાં આવશે તેવીઅપેક્ષા છે. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલની અધ્યક્ષતામાં બે દિવસીય ફેડરલ રિઝર્વ બેઠકમાં વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો પર નિવેદન જારી કરતા, FOMC એ જણાવ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી છે અને રોજગાર વૃદ્ધિની ગતિ ધીમી પડી છે. અમેરિકામાં મોંઘવારી પણ વધી છે અને ફુગાવાનો દર હજુ ઊંચો છે. ફેડે આ વર્ષના અંત સુધીમાં વધુ પોલિસી રેટમાં વધુ ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે.