Get The App

દેશમાં અલનીનોની અસર ખરીફ ઉપરાંત રવિ મોસમ પર પણ વર્તાવાની ભીતી

- દક્ષિણમાં માગ ઘટતાં કોપરા તથા કોપરેલના ભાવમાં પીછેહટના નિર્દેશો

- સૌરાષ્ટ્ર- ગોંડલ ખાતે સિંગતેલમાં હાલના ભાવોએ બાયર્સ વધુ

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
દેશમાં અલનીનોની અસર ખરીફ ઉપરાંત રવિ મોસમ પર પણ વર્તાવાની ભીતી 1 - image

મુંબઈ : મુંબઇ તેલ- બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ બે તરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. નવા વેપારો ધીમા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઇટ  ટ્રેડમાં સોયાબીનના ભાવ ૫૬ પોઇન્ટ વધ્યા હતા જ્યારે સોયાતેલના ભાવ ૨૯ પોઇન્ટ પ્લસમાં હતા સામે સોયા તેલના ભાવ ધીમો ઘટાડો બતાવતા હતા.

દરમિયાન, અલનીનોની ૨૦૨૭ના જાન્યુઆરી સુધી અસર પડવાની શક્યતા ચર્ચાતી થઇ છે તથા તેના પગલે ભારતમાં ખરીફ તથા રવિ મોસમમાં પણ કૃષી પાકો પર તેની અસર વર્તાવાની શક્યતા કૃષી જાણકારો બતીવ રહ્યા હતા.  દક્ષિણ ભારતમાં માગ ઘટતા કોપરા તથા કોપરેલના ભાવ ઘટયાના વાવડ મળ્યા હતા.

મુંબઇ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ દિવેલના રૂા. ૪ ઘટતાં હાજર એરંડાના ભાવ ક્વિ.ના ૨૦ ઘટયા હતા. મુંબઇ ખોળ બજારમાં ટનના ભાવ જોકે એરંડા ખોળના રૂા. ૨૫૦ વધ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂા. ૨૫૦૦ તથા સિંગખોળના ભાવ ટનના રૂા. ૧૦૦૦ ઉછળ્યા હતા. અન્ય ખોળો જો કે શાંત હતા. 

દરમિયાન, સૌરાષ્ટ્ર- ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂા.૧૫૭૫ રહ્યા હતા. આ ભાવોએ બાયર્સ વધુ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂા. ૧૪૩૫થી ૧૪૪૦ તથા કોટન રિફાઇન્ડના ભાવ રૂા. ૧૪૮૦થી ૧૪૮૫ રહ્યા હતા. મુંદ્રા- હઝીરા ખાતે આજે વિવિધ ડિલીવરીના ભાવ આયાતી પામતેલના રૂા. ૧૪૪૦થી ૧૪૫૦ તથા સોયાતેલના રૂા. ૧૪૭૦થી ૧૪૮૦ તથા સન ફ્લાવરના ભાવ રૂા. ૧૬૮૫થી ૧૬૯૫ રહ્યા હતા.

કંડલા ખાતે આરબીડી પામોલીનના ભાવ ૧૪૫૫ તથા સોયાતેલ રિફાઇન્ડના ભાવ રૂા. ૧૪૭૦ રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં સોયાતેલ રિફાઇન્ડના ભાવ જાતવાર રૂા. ૧૪૫૫થી ૧૪૮૩ રહ્યા હતા. સોયાબીનની આવકો આજે મધ્ય- પ્રદેશમાં ૪૦ હજાર ગુણી જ્યારે મહારાષ્ટ્રમાં ૩૦ હજાર ગુણી આવી હતી. મધ્ય પ્રદેશમાં ભાવ રૂા. ૬૧૫૦થી ૬૩૫૦ રહ્યા હતા. ખોપોલી ખાતે સન ફ્લાવર રિફાઇન્ડના ભાવ રૂા. ૧૬૭૦ તથા સોયાતેલ રિફાઇન્ડના ભાવ  જૂન- જુલાઇમાં રૂા. ૧૪૯૦ રહ્યા હતાં. 

નવી મુંબઇ બંદરે આરબીડીના ભાવ રૂા. ૧૪૭૫ રહ્યા હતા. હઝીરા ખાતે મસ્ટર્ડ રિફાઇન્ડના ભાવ રૂા. ૧૪૬૦ રહ્યા હતા. મગફળીના ભાવ સૌરાષ્ટ્રમાં કિલોના જાતવાર નીચામાં રૂા. ૧૩૦૦ તથા ઉંચામાં રૂા. ૧૪૭૫થી ૧૪૮૦ રહ્યા હતા. દરમિયાન, બ્રાઝીલથી મળતા સમાચાર મુજબ ત્યાં ગેસોલીનમાં ઇથેનોલના બ્લેન્ડીંગની ટકાવારી વધારવા સરકારે વિચારણા શરૂ કર્યાના વાવડ મળ્યા હતા. અમેરિકામાં સોયાબીન તથા સોયાતેલના વાયદા બજારમાં દૈનિક ભાવ મર્યાદા વધારવામાં આવી હોવાના સમાચાર મળ્યા હતા.