For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રોકાણકારોની સંપત્તિમાં રૂા. 4.90 લાખ કરોડનું ધોવાણ : રૂપિયો તૂટીને 80.99

Updated: Sep 23rd, 2022

Article Content Image

- ડોલર સામે વૈશ્વિક ચલણોની પીછેહઠ

- સેન્સેક્સમાં 1020 અને નિફ્ટીમાં 302 પોઇન્ટનું ગાબડું : સ્મોલ- મિડકેપ શેરોમાં એકધારી પીછેહઠ

- ખાનગીમાં રૂપિયો 82ને પાર

અમદાવાદ : મોંઘવારીને અંકુશમાં લાવવા આગેવાન દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની બીજી તરફ અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણોના મૂલ્યમાં જંગી ધોવાણની શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આજે ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ ઐતિહાસિક પતન જોવાયું હતું. આજે ઇન્ટ્રા ડે રૂપિયો ૮૧ની સપાટી ગુમાવી દેતા વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે સેન્સેક્સમાં ૧૦૨૦ પોઇન્ટનું ગાબડું નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા. ૪.૯૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

તાજેતરમાં અમેરિકામાં વ્યાજ દરમાં વધારો કરાયા બાદ ફેડરલે આગામી સમયમાં પણ આકરા પગલા ભરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બેંક ઓફ ઇંગ્લેન્ડ અને સ્વીસ બેંક દ્વારા પણ વ્યાજ દરમાં વધારો કરાયોહતો. વ્યાજદરમાં વધારાની બીજી તરફ વૈશ્વિક સ્તરે ડોલર મજબૂત થતાં અન્ય ચલણોમાં સતત પીછેહઠ થવા પામી છે. ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં કામકાજનો પ્રારંભ ૮૧ની મહત્ત્વની સપાટી ગુમાવ્યા સાથે થયા બાદ ઇન્ટ્રા ડે તૂટીને ૮૧.૨૫ના તળિયે ઉતર્યા બાદ બાઉન્સ થયો હતો. જો કે, આમ છતાં કામકાજના અંતે રૂપિયો ૧૩ પૈસા તૂટી ૮૦.૯૯ના મથાળે નરમ રહ્યો હતો. આ અહેવાલ પાછળ આજે વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના દબાણ પાછળ બીએસઇ સેન્સેક્સ ૧૦૨૦.૮૦ પોઇન્ટ તૂટીને ૫૮૦૯૮.૯૨ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ૩૦૨.૪૫ પોઇન્ટ તૂટી ૧૭૩૨૭.૩૫ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં પણ રૂા. ૪.૯૦ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂા. ૨૭૬.૭૪ લાખ કરોડ રહ્યું હતું. આજે સ્મોલ- મિડકેપ શેરોમાં ઝડપી પીછેહઠ જોવા મળી હતી.

Gujarat