મોટી રાહત : PF ટ્રાન્સફર ક્લેમ તારીખની ભૂલને લીધે આપમેળે રદ નહીં થાય, EPFOની નવી વ્યવસ્થા
EPFO New Rule: કર્મચારીની નોકરીની તારીખ નાખવામાં થતી ભૂલને કારણે પ્રોવિડન્ટ ફંડની કચેરી પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરી આપવાની દરખાસ્તને ફગાવી દેતી હતી. આ ક્લેમ આપોઆપ જ રિજેક્ટ થઈ જતા હતા. પરંતુ, હવે આ સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
પ્રોવિડન્ટ ફંડની સેવામાં કરાયો સુધારો
પ્રોવિડન્ટ ફંડની કચેરીએ કરેલા પરિપત્રમાં નોકરી બદલનારના પ્રોવિડન્ટ ફંડને સરળતાથી નવી કંપનીમાં ટ્રાન્સફર કરી આપવાની વ્યવસ્થા કરી છે. આ રીતે પ્રોવિડન્ટ ફંડની કચેરી તેની સેવામાં પણ સુધારો કરી રહી છે. નવા સુધારાને પરિણામે પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર થવામાં બિનજરુરી વિલંબ નહીં થાય. આમ નોકરી બદલનાર જૂની નોકરીમાં જમા થયેલા પ્રોવિડન્ટ ફંડની રકમ સરળતાથી નવી કંપનીમાં શિફ્ટ કરી શકશે.
આ પણ વાંચોઃ દેશની એન્જિનિયરિંગ માલસામાનની નિકાસમાં 11 ટકાનો થયેલો વધારો
હવે આપોઆપ રિજેક્ટ નહીં કરાય ક્લેમ
નોકરીમાં જોડાવા અને નોકરી છોડવાની તારીખ એક બીજામાં મિક્સ થઈ જતી હોય તેવા કિસ્સાઓમાં પ્રોવિડન્ટ ફંડના ક્લેમ આપોઆપ જ રદ થઈ જતા હતા. પરંતુ, હવે પછી આપોઆપ ક્લેમ રિજેક્ટ નહીં થાય. નોકરી છોડવાની અને નોકરીમાં જોડાવાની તારીખ મિક્સ થતી હોય તો તેમાં કોઈક પ્રકારની ભૂલ થતી હોવાનો નિર્દેશ મળે છે. તેથી તેને આપોઆપ જ રિજેક્ટ કરી દેવાની સિસ્ટમ કાઢી નાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ વૈશ્વિક બજારોમાં ધબડકા પાછળ ફરી કડાકો : સેન્સેક્સ 645 પોઈન્ટ તૂટીને 80952
આ પ્રકારના કિસ્સાઓમા પ્રોવિડન્ટ ફંડની કચેરી તારીખ અંગે ચકાસણી કરી લેશે. નોકરી છોડવાની અને નવી નોકરીમાં જોડાવાની તારીખ અંગેની ગૂંચવણ ચકાસણી દૂર કરી લેવાની રહેશે. નોકરી છોડવાની અને નવી નોકરીમાં જોડાવાની તારીખ મિક્સ થતી હોવાનું કારણ આગળ કરીને ક્લેમ રિજેક્ટ કરી નહીં શકાય. પ્રોવિડન્ટ ફંડ કચેરી પોતે જ નવી અને જૂની કંપનીનો સંપર્ક કરીને તારીખ અંગેની સ્પષ્ટતા મેળવી લેશે. પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરનારે આ મુદ્દે વિશેષ કાળજી રાખવી પડશે.