Business

EPFO એ શરૂ કરી એમેનેસ્ટી સ્કીમ 2026, જાણો કોને મળશે આ યોજનાનો સૌથી વધુ ફાયદો

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
PF ડિફોલ્ટર્સને મોટી રાહત! કેન્દ્ર સરકાર EPFO દ્વારા 'એમનેસ્ટી સ્કીમ 2026' લાવવાની તૈયારીમાં છે. આ સ્કીમ હેઠળ, ભૂતકાળમાં PF જમા ન કરાવી શકનાર એમ્પ્લોયર્સને દંડ અને વ્યાજમાં સબસિડી કે માફી મળશે. આનાથી લાંબા સમયથી ચાલતા કેસોનો નિકાલ થશે અને કંપનીઓ તેમજ લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે. ટૂંક સમયમાં સત્તાવાર નોટિફિકેશન જાહેર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

EPFO એ શરૂ કરી એમેનેસ્ટી સ્કીમ 2026, જાણો કોને મળશે આ યોજનાનો સૌથી વધુ ફાયદો

Big Relief for PF Defaulters: નોકરીયાત વર્ગ અને એમ્પ્લોયર્સ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. EPFO દ્વારા આગામી સમયમાં એક વિશેષ 'એમનેસ્ટી સ્કીમ 2026' લોન્ચ કરવામાં આવી શકે છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય એવા એમ્પ્લોયર્સને મોટી રાહત આપવાનો છે જેઓ ભૂતકાળમાં કોઈ કારણસર નિયત સમયમર્યાદામાં પીએફનું કન્ટ્રીબ્યુશન જમા કરાવી શક્યા નથી અને તેના કારણે ભારે પેનલ્ટીનો સામનો કરી રહ્યા છે.

શું છે આ સ્કીમ અને કોને મળશે રાહત?

પ્રાપ્ત વિગતો અનુસાર, EPFO દ્વારા લાવવામાં આવનારી આ વિવાદ નિવારણ યોજના હેઠળ ડિફોલ્ટર કંપનીઓ અને એમ્પ્લોયર્સને પીએફ બાકી રકમ પર લાગેલા દંડ અને વ્યાજમાં સબસીડી અથવા સંપૂર્ણ માફી મળી શકે છે. લાંબા સમયથી કોર્ટ અથવા ટ્રિબ્યુનલમાં ચાલી રહેલા કેસોના ઝડપી નિકાલ માટે આ યોજના કારગત સાબિત થશે. તેનાથી કંપનીઓ પોતાના કાનૂની વિવાદો ખતમ કરીને નિયમિત પીએફ જમા કરાવી શકશે, જેનો સીધો ફાયદો લાખો કર્મચારીઓને પણ થશે.

પાત્રતાના મુખ્ય અંશો:

  • બાકી કન્ટ્રીબ્યુશન ધરાવતી કંપનીઓ: એવી તમામ સંસ્થાઓ કે જેઓ ભૂતકાળના ચોક્કસ વર્ષોમાં આર્થિક તંગી અથવા અન્ય કોઈ વ્યાજબી કારણસર પીએફ રકમ જમા કરાવી શકી ન હતી.
  • નિયમોનું પાલન કરવાની શરત: જે એમ્પ્લોયર્સ આ યોજના હેઠળ અરજી કરશે, તેમણે મૂળ પીએફ રકમ એકસાથે અથવા નક્કી કરેલા હપ્તામાં ચૂકવવાની તૈયારી દર્શાવવી પડશે.
  • ચોક્કસ સમયગાળો: આ સ્કીમ માત્ર એક ચોક્કસ સમય મર્યાદા માટે જ ખુલ્લી મૂકવામાં આવશે, જે દરમિયાન અરજી કરનારને જ વ્યાજ અને પેનલ્ટી માફીનો લાભ મળશે.

કર્મચારીઓ અને કંપનીઓ બંને માટે વિન-વિન સિચ્યુએશન

આ પ્રકારની એમનેસ્ટી સ્કીમથી બજારમાં બિઝનેસ કરવાનું સરળ બનશે અને કંપનીઓ પરથી કરોડો રૂપિયાના દંડનો બોજ હળવો થશે. બીજી તરફ, કંપનીઓ પાસે ફંડ ક્લિયર થતાં જે કર્મચારીઓના પીએફ એકાઉન્ટમાં વર્ષોથી વ્યાજ કે મૂળ રકમ જમા નહોતી થઈ, તેમના ખાતામાં પણ નાણાં જમા થવાનો રસ્તો સાફ થઈ જશે.

સરકાર અને EPFO દ્વારા ટૂંક સમયમાં જ આ સ્કીમની સત્તાવાર તારીખો, અરજી કરવાની પ્રક્રિયા અને નિયમો અંગેનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે.