Business

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા

By GS TEAM
24 Jun 20262 mins read
TukuTouch Logo
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક માટે છેલ્લા કેટલાક દિવસો આર્થિક રીતે ભારે નુકસાનકારક સાબિત થયા છે. સોમવારે મસ્કે દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટની જીવનભરની કમાણી (146 અબજ ડૉલર) કરતાં પણ વધુ રકમ ગુમાવી દીધી હતી. મુશ્કેલીઓ અહીં જ ન અટકી, મંગળવારે તેમને વધુ એક મોટો ઝટકો લાગ્યો અને તેમની સંપત્તિમાં વધુ 118 અબજ ડૉલરનો ઘટાડો થયો. આ નુકસાન એશિયાના નંબર 1 અમીર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ (117 અબજ ડૉલર) કરતાં પણ વધારે છે. બ્લૂમબર્ગ બિલિયનેર્સ ઇન્ડેક્સ અનુસાર, આ મોટા ઘટાડા બાદ હવે ઈલોન મસ્કની કુલ સંપત્તિ ઘટીને 957 અબજ ડૉલર રહી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા

Elon Musk Loses Billions: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક માટે છેલ્લા કેટલાક દિવસો આર્થિક રીતે ભારે નુકસાનકારક સાબિત થયા છે. સોમવારે મસ્કે દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટની જીવનભરની કમાણી (146 અબજ ડૉલર) કરતાં પણ વધુ રકમ ગુમાવી દીધી હતી. મુશ્કેલીઓ અહીં જ ન અટકી, મંગળવારે તેમને વધુ એક મોટો ઝટકો લાગ્યો અને તેમની સંપત્તિમાં વધુ 118 અબજ ડૉલરનો ઘટાડો થયો. આ નુકસાન એશિયાના નંબર 1 અમીર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ (117 અબજ ડૉલર) કરતાં પણ વધારે છે. બ્લૂમબર્ગ બિલિયનેર્સ ઇન્ડેક્સ અનુસાર, આ મોટા ઘટાડા બાદ હવે ઈલોન મસ્કની કુલ સંપત્તિ ઘટીને 957 અબજ ડૉલર રહી ગઈ છે.

સ્પેસએક્સના આઇપીઓથી બન્યા હતા ટ્રિલિયોનેર

ઈલોન મસ્કને મિલિયોનેરમાંથી ટ્રિલિયોનેર બનાવવામાં તેમની અંતરિક્ષ કંપની સ્પેસએક્સ (SpaceX)ના IPOની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે. મસ્ક પાસે સ્પેસએક્સના આશરે 4.76 અબજ શેર છે. કંપનીના 75 અબજ ડૉલરના ઐતિહાસિક આઇપીઓ બાદ સ્પેસએક્સનું કુલ વેલ્યુએશન 2 ટ્રિલિયન ડૉલરને પાર પહોંચી ગયું હતું, જેને કારણે મસ્કની નેટવર્થમાં એકાએક સેંકડો અબજ ડૉલરનો વધારો થયો હતો. એક સમયે આ તેજીના કારણે તેમની કુલ નેટવર્થ 1.27 ટ્રિલિયન ડૉલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 893 પોઈન્ટ ગબડી 76200

અનેક દેશોની જીડીપી કરતાં પણ વધુ છે મસ્કની દોલત

ઈલોન મસ્ક થોડા દિવસો પહેલાં સ્વિત્ઝરલેન્ડ અને તાઇવાન જેવા સમૃદ્ધ દેશોની જીડીપી (GDP) કરતાં પણ વધુ અમીર થઈ ગયા હતા. જોકે, હાલમાં સંપત્તિ ઘટ્યા પછી પણ તેઓ આયર્લેન્ડ (779.38 અબજ ડૉલર), બેલ્જિયમ (776.73 અબજ ડૉલર), સ્વીડન (760.48 અબજ ડૉલર), ઈઝરાયલ (719.85 અબજ ડૉલર) અને આર્જેન્ટિના (688.38 અબજ ડૉલર) જેવા દેશો કરતાં વધુ શ્રીમંત છે. આ દેશોની આખી અર્થવ્યવસ્થા (જીડીપી) કરતાં ઈલોન મસ્કની એકલાની નેટવર્થ વધારે છે.