જૂન ત્રિમાસિકમાં ઈલેકટ્રીક કારના વેચાણ વોલ્યુમમાં સાત ગણાથી પણ વધુ વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની ઈલેકટ્રીક કારો માટે યુરોપમાં વધી રહેલુ આકર્ષણ
મુંબઈ : ભારતના વીજ સંચાલિત વાહનોની વિદેશની બજારમાં નોંધપાત્ર માગ નીકળી હોવાનું વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વીજ કારની નિકાસમાં જોવા મળેલા વધારા પરથી કહી શકાય એમ છે.
જૂન ત્રિમાસિકમાં વીજ કારની નિકાસ વાર્ષિક ધોરણે મૂલ્યની દ્રષ્ટિએ ૧૭ ગણી વધી ૩૬.૯૦ કરોડ ડોલર રહી છે. યુરોપમાં જંગી માગને પરિણામે ઈ-કારની નિકાસ માગમાં જોરદાર વધારો થયો છે.
વોલ્યુમની દ્રષ્ટિએ ભારતના ઓટો ઉત્પાદકોએ જૂન ત્રિમાસિકમાં ૧૦૮૦૨ ઈલેકટ્રીક કારની નિકાસ કરી છે જે વાર્ષિક ધોરણે ૭.૫૦ ગણી વધુ છે.
ઈ-કારના વિદેશમાં વેચાણમાં વધારાને કારણે દેશમાંથી મોટરવ્હીકલનો એકંદર નિકાસ આંક ૧૫ ટકા વધી ૨.૮૭ અબજ ડોલર રહેવા પામ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં વીજ કારની નિકાસ આંક ૭૦.૧૦ કરોડ ડોલર રહ્યો હતો, જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં થયેલી ૭.૭૯ કરોડ ડોલરની સરખામણીએ આઠ ગણી રહી હતી. ઊંચો નિકાસ આંક ભારતના વીજ વાહનોનો વિદેશમાં સ્વીકાર થઈ રહ્યો હોવાનું સૂચવે છે એમ વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.
ભારતની વીજ કારો માટે યુરોપ મોટા મથક તરીકે ઊભરી આવ્યું છે. યુરોપમાં સ્પેન ભારતની વીજ કાર માટે મોટી બજાર બની રહ્યું છે.









