Get The App

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ

- કિંમતી ધાતુઓ તથા ક્રૂડતેલમાં બેતરફી ઉછળકુદ જોવા મળી

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી ઘટાડા પર રહ્યા હતા. જો કે એકંદરે પાછલા બંધભાવ કરતા આજના બંધ ભાવ ઉંચા રહ્યા હતા. દરમિયાન, અખાત્રીજ પૂર્વે સરકારે દેશમાં આયાત થતા સોના-ચાંદીની  ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં વૃદ્ધી કરતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સોનામાં આવી ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૧૫૨૬થી વદી ૧૫૪૪ ડોલર કરાઈ છે જ્યારે ચાંદીની આવી ટેરીફ  વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૨૪૨૭થી વધી ૨૫૦૯ ડોલર સરકાર દ્વારા કરાયાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજ સોનાના ભાવ ઔંસના ઉંચામાં ૪૮૩૮ થઈ  ૪૮૧૫થી ૪૮૧૬ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૨૨૫૩ વાળા રૂ.૧૫૨૬૯૧ ખુલી રૂ.૧૫૨૪૯૩  બંધ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૮૬૫ વાળા રૂ.૧૫૩૩૦૫ ખુલી રૂ.૧૫૩૧૦૬ બંધ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ આજે કિલોના જીએસટી વગર રૂ.૨૪૯૦૧૯ વાળા રૂ.૨૫૨૬૭૫  ખુલી રૂ.૨૫૧૨૯૨ બંધ રહ્યા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ આજે ઔંસના ઉંચામાં ૮૦.૮૫ તથા નીચામાં ૭૮.૮૨ થઈ ૭૯.૨૦થી ૭૯.૨૧ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૪૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૨૧૩૬ ડોલર રહ્યા હતા.

 પેલેડીયમના ભાવ ૧૫૮૫ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલમાં બેતરફી ચાલ વિશ્વ બજારમાં દેખાઈ હતી.  બ્રવ્ન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૯૪.૪૩ તથા ઉંચામાં ૯૬.૮૫  થઈ ૯૫.૭૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૯૦.૫૨ તથા ઉંચામાં ૯૩ થઈ ૯૧.૪૪ ડોલર રહ્યા હતા. 

રશિયા તથા ઈરાનના ઓઈલ પર અમેરિકાએ ફરી  અંકુશો લાદયા છે. જો કે યુદ્ધ દરમિયાન એકંદરે દરિયાઈ માર્ગ ક્રૂડના શિપમેન્ટો ૧૬ ટકા ઘટયા છે પરંતુ રશિયા તથા વેનેઝુએલાથી આવા શિપમેન્ટો વધ્યાના નિર્દેશો હતા. આનો લાભ ભારતને થયો છે.