Business

અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંતા ગ્રૂપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ

By GS Team
2 Jun 20261 min read
TukuTouch Logo
માઈનિંગ અને નેચરલ રિસોર્સિસ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંતા ગ્રૂપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે દિલ્હી અને મુંબઈ સ્થિત વેદાંતા ગ્રૂપના વિવિધ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કરવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંતા ગ્રૂપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ

ED Raids Vedanta Group In Delhi And Mumbai : માઈનિંગ અને નેચરલ રિસોર્સિસ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંતા ગ્રૂપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મંગળવારે દિલ્હી અને મુંબઈ સ્થિત વેદાંતા ગ્રૂપના વિવિધ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કરવામાં આવી રહી છે.

FEMA હેઠળ કાર્યવાહી પણ કેસ હજુ સ્પષ્ટ નહીં 

EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારથી જ તપાસની પ્રક્રિયા ચાલુ છે. જોકે, કયા ચોક્કસ કિસ્સામાં કે કયા વ્યવહારોમાં ઉલ્લંઘન થયું છે, તે અંગે હજુ સુધી એજન્સી દ્વારા સત્તાવાર વિગતો આપવામાં આવી નથી. કંપની તરફથી પણ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.


કંપનીનો બેકગ્રાઉન્ડ અને ભૂતકાળનો વિવાદ

- એક તરફ જ્યાં વેદાંતા ગ્રૂપ તાજેતરમાં જ તેની શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રેડિટ રેટિંગ (ICRA દ્વારા AA+ રેટિંગ) મેળવીને ચર્ચામાં હતું, ત્યાં બીજી તરફ EDના આ દરોડાએ રોકાણકારોમાં ચિંતા જગાવી છે.

- વેદાંતા ગ્રૂપ ઝિંક, સિલ્વર, ઓઈલ એન્ડ ગેસ, એલ્યુમિનિયમ, આયર્ન ઓર અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં મોટું નામ ધરાવે છે. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ અને કેર્ન ઓઈલ એન્ડ ગેસ તેની મુખ્ય પેટાકંપનીઓ છે.

- 2004 માં પણ EDએ વેદાંતાની પૂર્વવર્તી કંપની 'સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ' અને તેના ત્રણ પ્રમોટર ડિરેક્ટર્સને FERA અને FEMAના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને દંડ ફટકાર્યો હતો.