Business

વર્તમાન નાણાં વર્ષમાં ઘરેલુ નાણાંકીય બચત જીડીપીના 7.30 ટકા પહોંચી

By GS Team
17 Jan 20252 mins read
This article was originally published on 17 Jan 2025
વર્તમાન નાણાં વર્ષમાં  ઘરેલુ નાણાંકીય બચત જીડીપીના 7.30 ટકા પહોંચી

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં  નેટ ઘરેલુ નાણાંકીય બચતમાં  ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)ના  ૭.૩૦ ટકા સાથે નોંધપાત્ર રિકવરી થઈ હોવાના સંકેત મળી રહ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૩માં નેટ નાણાંકીય ઘરેલુ બચત જીડીપીના પાંચ ટકા સાથે ૪૭ વર્ષની નીચી સપાટીએ રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૪માં સુધરી ૫.૩૦ ટકા જોવા મળી હતી.

નાણાંકીય ૨૦૨૪ના પ્રથમ છ મહિનાની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં બચતનું સ્તર લગભગ બમણું રહ્યું છે. 

ઘરેલુ બચતમાં વધારો દેશના અર્થતંત્ર માટે પોઝિટિવ બ ની રહે છે, કારણ કે આનાથી સ્થાનિક ઉદ્યોગો તથા સરકારે આવશ્યક ભંડોળ માટે અન્ય સ્રોતો તરફ વધુ નજર દોડાવવી પડતી નથી હોતી. 

કોરોનાના સમયગાળામાં દેશની એકંદર નાણાંકીય બચત જીડીપીના ૫૧.૭૦ ટકા જેટલી ઊંચી જોવા મળી હતી પરંતુ ત્યારપછીના સમયગાળામાં એટલે કે નાણાં વર્ષ ૨૦૨૨માં તે ઘટી ૩૬.૧૦ ટકા અને નાણાં વર્ષ ૨૦૨૩માં ૨૮.૫૦ ટકા રહી હતી. 

એકંદર ફાઈનાન્સિઅલ બચતમાં સરકારી બચત, ઘરેલુ તથા કંપનીઓની બચતનો સમાવેશ થાય છે. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ઘરેલુ બચતમાં વધારો થવા પાછળનું કારણ વ્યક્તિગત દેવાબોજમાં ઘટાડો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. નાણાં વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં દેવાનું સ્તર જે જીડીપીના ૬.૯૦ ટકા હતું તે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ઘટી ૪.૭૦ ટકા પર આવી ગયાનો અંદાજ છે. 

અનસિક્યોર્ડ પરસનલ લોન્સ પર રિઝર્વ બેન્કના સખત નિયમો ઉપરાંત બેન્કો દ્વારા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને કરાતા ધિરાણ પર નિયમનોએ ઘરેલું બચતમાં વધારો કરાવ્યો હોવાનું માનવામાં આવે છે. 

નાણાં વર્ષ ૨૦૨૪માં  કુલ ફાઈનાન્સિઅલ સેવિંગ્સ જીડીપીના ૧૧.૬૦ ટકા રહ્યુ હતું પરંતુ ઊચા દેવાબોજને કારણે આ લાભ ધોવાઈ ગયો હતો. વીમા પ્રોડકટસમાં બચતો તથા મૂડીબજારમાં મજબૂત ઈન્વેસ્ટમેન્ટને કારણે ગ્રોસ ફાઈનાન્સિઅલ સેવિંગ્સ ઊંચુ જોવા મળી રહ્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.