For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રીમિયમ પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભાવ વધારા માટે આપ્યું આ કારણ

Updated: Feb 13th, 2021

Article Content Imageનવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2021 શનિવાર

દેશના કેટલાક શહેરોમાં શનિવારે પ્રીમિયમ પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. આ શહેરોમાં ભોપાલનો પણ સમાવેશ થાય છે.

આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે તેલ ઉત્પાદક દેશોને કૃત્રિમ ભાવ વધારવા માટે દોષી ઠેરવ્યા. ઉલ્લેખનિય છે કે પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતો અત્યાર સુધીનાં સર્વોચ્ચ સ્તર પર છે, અને ઇંધણની વધતા ભાવને લઈને વિરોધ પક્ષો સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ક્રૂડ ઓઇલ મોંઘુ થવાની સાથે, "અમને કિંમતો અંગે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે."

પ્રધાન રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બીપીસીએલ કોચી રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ પાર્કના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે કોવિડ-19 લોકડાઉનને કારણે વિશ્વભરમાં પેટ્રોલિયમ પેદાશોની માંગમાં ઘટાડો થયો હતો અને પેટ્રોલિયમ ઉત્પાદકોને ઉત્પાદન ઘટાડવું પડ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, હવે અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી ગઈ છે અને ભારત લગભગ પૂર્વ-કોવિડ-19 સ્થિતિમાં પાછું ફર્યું છે.

જો કે, તેલ ઉત્પાદકોએ ઉત્પાદનમાં વધારો કર્યો નથી. "તેમણે પત્રકારોને કહ્યું," મને એ કહેતા દુખ થઇ રહ્યું છે કે તેલ ઉત્પાદક દેશો ગ્રાહક દેશોનાં હિતો વિશે વિચારતા નથી. તેઓએ કૃત્રિમ ભાવોની પદ્ધતિઓ બનાવી છે. તેનાથી વપરાશકાર દેશોને મુશ્કેલી થઇ કરી રહ્યું છે.” પ્રધાને કહ્યું કે જો કે તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદન વધારવા અંગે કેટલીક સકારાત્મક વાતો કહી છે.


Gujarat