Business

તહેવારની સિઝન છતાં વાયદા બજારમાં સોનામાં રૂ. 205 તો ચાંદીમાં રૂ. 1749 સુધીનો ઘટાડો

By GS Team
29 Oct 20261 min read
TukuTouch Logo
આજે MCX પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. 4 ડિસેમ્બર 2026ના વાયદા કરાર માટે સોનું ₹1,43,544 આસપાસ ટ્રેડ થયું, જ્યારે ચાંદી ₹1,92,768 ની આસપાસ પહોંચી હતી. વૈશ્વિક અને સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ નરમ પડતાં રોકાણકારોની નજર ભાવની હલચલ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારની સિઝન છતાં વાયદા બજારમાં સોનામાં રૂ. 205 તો ચાંદીમાં રૂ. 1749 સુધીનો ઘટાડો

Gold and Silver Price : વૈશ્વિક અને સ્થાનિક વાયદા બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) માં આજે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારો અને ખરીદદારોની નજર ભાવની હલચલ પર ટકેલી છે.

એમસીએક્સ (MCX) પર 4 ડિસેમ્બર 2026ના વાયદા કરાર માટે સોનું અગાઉના બંધ ભાવ ₹1,43,705 સામે ₹1,43,668ના સ્તરે ખુલ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ ₹1,43,757 ની ઉપલી અને ₹1,43,500 ની નીચલી સપાટી સ્પર્શી હતી. કારોબારી સત્ર દરમિયાન સોનાનો ભાવ ઘટતી સપાટીએ ₹1,43,544 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જેમાં અગાઉના બંધ ભાવની સરખામણીએ નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી.

બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ કડાકો બોલાયો છે. MCX પર 4 ડિસેમ્બર 2026 ના ચાંદીના વાયદા કરાર અગાઉના બંધ ભાવ ₹1,94,325 સામે ઘટીને ₹1,92,643 ના મથાળે ખુલી હતી. દિવસ દરમિયાન ચાંદીમાં ₹1,93,422 ની હાઈ અને ₹1,92,576 ની લો સપાટી નોંધાઈ હતી. સત્ર દરમિયાન ચાંદીનો ભાવ ₹1,92,768 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જેમાં અગાઉના બંધ ભાવ કરતા આશરે ₹1,539 થી લઈને ₹1749 સુધીનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો.