MDR લાગુ કરવાનો નિર્ણય તા.૧ જાન્યુઆરી સુાૃધી મોકૂફ રહેવાની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ વેપારીઓને તૈયારી માટે વધુ સમય આપવાનો હેતુ
અમદાવાદ : યુપીઆઈ વ્યવહારો માટે નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) માળખાના અમલીકરણની અગાઉ સૂચિત તારીખ ૧૫ આક્ટોબર હતી, જે હવે લંબાવીને ૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી મોકૂફ રાખવામાં આવે તેવી શક્યતા છે. જોકે હજુ સુાૃધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આ મુલતવી રાખવાનો ઉદ્દેશ્ય ખાસ કરીને તહેવારોની મોસમ દરમિયાન વેપારીઓ અને પેમેન્ટ્સ ઈકોસિસ્ટમને આ નવા ફેરફાર માટે સજ્જ થવા વાૃધુ સમય આપવાનો છે.
સામાન્ય રીતે આ સમયગાળામાં ડિજિટલ પેમેન્ટ અને ગ્રાહકોના ખર્ચમાં મોટો ઉછાળો જોવા મળતો હોય છે. જાણકાર સૂત્રોએ વાૃધુમાં જણાવ્યું હતું કે અગાઉ જાહેર કરાયેલા માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સૂચિત અમલીકરણની આ બાબત માળખા સામે ચાલી રહેલા કાનૂની પડકારની પૃષ્ઠભૂમિમાં પણ સામે આવી છે. ૨૮ સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ચોક્કસ પર્સન-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર MDR લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સ્ટે (રોક) આપવાનો ઇનકાર કર્યો હતો.
નવા માળખા હેઠળ, રૂ. ૨,૦૦૦ થી વધુના વ્યક્તિ-થી-વેપારી (P2M) યુપીઆઈ વ્યવહારો પર ૦.૪% MDR વસૂલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં રૂ. ૭૫,૦૦૦ કે તેથી વધુના વ્યવહારો માટે મહત્તમ ચાર્જ રૂ. ૩૦૦ નક્કી કરવામાં આવ્યો છે. નાના વેપારીઓ અને વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) વ્યવહારો પર શૂન્ય MDR ચાલુ રહેશે. સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટ) આ માળખાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને નોટિસ પણ પાઠવી છે.
બીજી તરફ, આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા મુજબ, પેમેન્ટ એગ્રીગેટર્સ યુપીઆઈ વ્યવહારો પરના નવા MDR માંથી એક્વાયરિંગ બેંકોના હિસ્સામાંથી મોટો હિસ્સો મેળવવા માટે તેમની સ્પોન્સર બેંકો સાથે વાટાઘાટો કરી રહ્યા છે. આ ચર્ચાઓ બેંકોના હિસ્સામાંથી પેમેન્ટ એગ્રીગેટર્સ ૫૦-૮૦% હિસ્સો પોતાની પાસે રાખવા પર કેન્દ્રિત છે, અને નવા માળખાના અમલીકરણ પહેલાં આ વાટાઘાટો હજુ ચાલુ છે.




