Get The App

ડાયમંડની ચમક ઘટી, સોનું ઝગમગ્યું: કટ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 21%નો ઘટાડો, ગોલ્ડ જ્વેલરીમાં 8% નો વધારો

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
ડાયમંડની ચમક ઘટી, સોનું ઝગમગ્યું: કટ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 21%નો ઘટાડો, ગોલ્ડ જ્વેલરીમાં 8% નો વધારો 1 - image

Image: envato



Diamond Jewellery Exports Down: વૈશ્વિક મંદીની સાથે વિશ્વના જુદા-જુદા દેશો વચ્ચેની તણાવની સ્થિતી અને અમેરિકન દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફની સીધી અસર વૈશ્વિક બજાર ઉપર જોવા મળી રહી છે. જે હેઠળ જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં જૂન 2024ની સરખામણીમાં ચાલુ વર્ષે જૂન મહિનામાં 11.73 ટકા અને ઇમ્પોર્ટમાં 0.11 ટકાના ઘટાડો જોવા મળ્યો છે. જેમાં મહત્તમ ઘટાડો પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડમાં 22.74 ટકા અને કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 21.23 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચોઃ ફિનફ્લુએન્સર્સને કાબૂમાં રાખવા 'સેબી'ની નવી ચાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે હાથ મિલાવશે

પોલિશ્ડ લેબગ્રોનના નિકાસમાં 22 ટકા ઘટાડો

GJEPC (જેમ એન્ડ જ્વેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ઉપર નજર કરીએ તો જૂન 2024 માં 15,836.94 કરોડ રૂપિયાના ડાયમંડ અને જ્વેલરીનું એક્સપોર્ટ કરાયું હતું. જેમાં ચાલુ વર્ષના જૂન મહિનામાં 11.73 ટકાના ઘટાડા સાથે 13,978.98  કરોડ રૂપિયા નોંધાયું છે. જયારે ઇમ્પોર્ટ જૂન 2024માં 13,322.76 કરોડ રૂપિયામાં 0.11 ટકાના ઘટાડા સાથે ચાલુ વર્ષમાં 13,308.49 કરોડ નોંધાયું છે. 

આ પણ વાંચોઃ શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571

વૈશ્વિક પરિસ્થિતિઓની અસર

કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં 21.23 ટકા ઘટાડો થયો છે. રફ ડાયમંડના ઇમ્પોર્ટમાં 4.36 ટકા ઘટાડો નોંધાયો છે. પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 22.74 ટકાનો ઘટાડો થયો છે. ગોલ્ડ જ્વેલરીમાં 8.87 ટકાના વધારા સાથે જૂન 2025 માં 5415.71 કરોડ રૂપિયા એક્સપોર્ટ નોંધાયું છે. કલર જેમસ્ટોનમાં એક્સપોર્ટમાં 8.64 ટકા વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં ઘટાડા પાછળ વિશ્વના કેટલાક દેશો વચ્ચે તણાવની સ્થિતી, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ ઉપરાંત ચીન અને યુ.એસ જેવા દેશોમાં ડાયમંડના બદલે સોનામાં રોકાણનું ચલણ વધી રહ્યું હોવાનું પરિબળ જવાબદાર હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જેથી ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે.   

Tags :