શેરોમાં ફોરેન ફંડોની વેચવાલી અટકતા ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 82571
- ટ્રમ્પના ટેરિફ આતંક વચ્ચે ભારત માટે અમેરિકાના ઓછા ટેરિફની અટકળોએ
મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનો ગંજીપો ચીપવાનું ચાલુ રાખીને યુરોપીય યુનિયન, કેનેડા સહિતના દેશોને આકરાં ટેરિફની ચીમકી આપતાં અને બીજી તરફ રશીયા સાથે ફરી ટ્રમ્પના ટકરાવના અહેવાલ અને તાઈવાન મામલે ચાઈના અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધવાના એંધાણે જીઓપોલિટીકલ ટેન્શન વધવાની શકયતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારત માટે અમેરિકાના ઓછા ટેરિફની અટકળોએ ભારતીય શેર બજારોમાં આજે ચાર દિવસના ઘટાડાને બ્રેક લાગી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં વેચવાલી અટક્યા સાથે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી વધતાં આજે બજાર ઈન્ડેક્સ બેઝડ પોઝિટીવ ઝોનમાં આવ્યું હતું. ટ્રમ્પ ભારત માટે ટેરિફમાં સોફ્ટ બની ૨૦ ટકા જેટલી ટેરિફ લાગુ કરે એવા અહેવાલો અને ઈલોન મસ્કના ટેસ્લા કારના ભારતમાં શુભાગમન સાથે પ્રથમ શોરૂમ મુંબઈમાં શરૂ કરવામાં આવતાં અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડિલની વાટાઘાટમાં પોઝિટીવ અસરની અપેક્ષાએ પણ શેરોમાં તેજી જોવાઈ હતી. ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની તેજીએ સેન્સેક્સ ૩૧૭.૪૫ પોઈન્ટ વધીને ૮૨૫૭૦.૯૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૧૩.૫૦ પોઈન્ટ વધીને ૨૫૧૯૫.૮૦ બંધ રહ્યા હતા.
ઓટો શેરોમાં ટેસ્લા તેજી : હીરો રૂ.૨૦૭, ટીવીએસ રૂ.૮૩ વધ્યા : ઓટો ઈન્ડેક્સ ૭૭૮ પોઈન્ટ ઉછળ્યો
ઈલોન મસ્કની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થતાં ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટા ડેવલપમેન્ટ આકર્ષણે આજે ફંડોએ ઓટો શેરોમાં મોટી તેજી કરી હતી. ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે ભારતમાં ટેસ્લાની એન્ટ્રીથી હરિફાઈ તીવ્ર બનવાની સાથે લોકોને નવા એડવાન્સ પેસેન્જર વાહનો મળતાં આકર્ષણ વધવાની અને વેચાણ વૃદ્વિની અપેક્ષાએ પસંદગીના શેરોમાં ફંડોએ મોટી ખરીદી કરી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૭૮.૮૨ પોઈન્ટની છલાંગે ૫૩૫૦૦.૭૨ બંધ રહ્યો હતો. હીરો મોટોકોર્પ રૂ.૨૦૬.૮૦ ઉછળીને રૂ.૪૪૫૬.૧૦, ટીવીએસ મોટર રૂ.૮૩.૧૫ વધીને રૂ.૨૮૮૫.૦૫, બજાજ ઓટો રૂ.૨૧૯.૭૦ વધીને રૂ.૮૩૦૫.૨૦, ઉનો મિન્ડા રૂ.૨૭.૮૫ વધીને રૂ.૧૧૦૫.૬૫, મધરસન સુમી રૂ.૩.૭૫ વધીને રૂ.૧૫૬.૦૫, ભારત ફોર્જ રૂ.૨૯.૧૫ વધીને રૂ.૧૨૩૭.૯૫, એમઆરએફ રૂ.૧૯૯૦ વધીને રૂ.૧૫૦,૮૫૪.૩૦, ટાટા મોટર્સ રૂ.૧૦.૪૫ વધીને રૂ.૬૮૪.૯૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં પિરામલ ફાર્માની આગેવાનીએ તેજી : આરતી ડ્રગ્ઝ, એનજીએલ, ન્યુલેન્ડ, શેલબીમાં તેજી
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર ક્ષેત્રે ભારતની નિકાસો પર અમેરિકામાં અપેક્ષાથી ઓછી ટેરિફ લાગુ થવાની અટકળો વચ્ચે આજે ફંડોએ શેરોમાં તેજી કરી હતી. ખાસ અમેરિકામાં સવલતો વધારી રહેલી પિરામલ ફાર્માની આગેવાનીએ ફંડો લેવાલ બન્યા હતા. પિરામલ ફાર્મા રૂ.૮.૫૦ ઉછળીને રૂ.૨૧૬.૩૫, આરતી ડ્રગ્ઝ રૂ.૪૯.૫૫ વધીને રૂ.૫૩૦.૧૦, સસ્તા સુંદર રૂ.૧૪.૧૦ વધીને રૂ.૨૮૯.૪૦, એનજીએલ ફાઈન રૂ.૬૫.૪૦ વધીને રૂ.૧૩૭૩.૪૦, શેલબી રૂ.૮.૮૫ વધીને રૂ.૧૯૨.૨૫, ન્યુલેન્ડ લેબ રૂ.૬૯૭.૮૦ વધીને રૂ.૧૫,૨૯૮.૯૦, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૧૨.૫૫ વધીને રૂ.૩૩૧.૮૫, એફડીસી રૂ.૧૬.૪૦ વધીને રૂ.૫૦૬.૨૫, બાયોકોન રૂ.૧૧ વધીને રૂ.૩૯૦.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૧૦.૮૫ પોઈન્ટ વધીને ૪૫૩૫૨.૦૯ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : કેઈઆઈ રૂ.૧૫૮, અપાર રૂ.૩૦૦, સુપ્રિમ રૂ.૧૩૨, પોલીકેબ રૂ.૧૪૮ ઉછળ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોની ખરીદીનું આકર્ષણ આજે વધતું જોવાયું હતું. કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫૭.૮૫ ઉછળીને રૂ.૩૮૯૨, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૦૦.૬૫ વધીને રૂ.૯૦૩૮.૬૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩૨.૨૫ વધીને રૂ.૪૨૪૩.૫૫, એલએમડબલ્યુ રૂ.૪૬૪.૯૫ વધીને રૂ.૧૬,૬૫૯.૩૦, સુઝલોન એનજીૅ રૂ.૧.૭૩ વધીને રૂ.૬૭.૧૭, પોલીકેબ રૂ.૧૪૮.૮૦ વધીને રૂ.૬૯૪૬.૩૫, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૫૧.૨૫ વધીને રૂ.૩૩૯૫.૫૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૧.૨૦ વધીને રૂ.૩૫૭૫.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૯૨.૮૩ પોઈન્ટ વધીને ૭૧૪૦૮.૯૩ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ તેજી : ક્રોમ્પ્ટન, પીજી ઈલેક્ટ્રો, બ્લુ સ્ટાર, અંબર, બાટામાં તેજી
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ તેજી રહી હતી. ક્રોમ્પ્ટન રૂ.૧૨.૮૦ વધીને રૂ.૩૫૧.૭૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૨૫.૦૫ વધીને રૂ.૮૦૮.૮૫, બ્લુ સ્ટાર રૂ.૫૩.૭૫ વધીને રૂ.૧૮૮૩.૬૫, અંબર રૂ.૧૯૭.૨૦ વધીને રૂ.૭૮૩૪.૪૦, બાટા ઈન્ડિયા રૂ.૨૧.૬૫ વધીને રૂ.૧૨૫૯, વોલ્ટાસ રૂ.૧૯.૭૫ વધીને રૂ.૧૩૯૬.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૬૪.૫૩ પોઈન્ટ વધીને ૬૦૦૬૫.૧૮ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : યુનિઈકોમ, ઓનવર્ડ, બ્લેક બોક્સ, ટાટા એલેક્સી, રામકો વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ગઈકાલે મોટી વેચવાલી બાદ આજે ફંડોએ ઘટાડે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ કર્યા સાથે શોર્ટ કવરિંગ કર્યું હતું. યુનિકોમર્સ રૂ.૭.૫૦ વધીને રૂ.૧૩૦.૧૦, મેક્લિઓડ રૂ.૪.૨૮ વધીને રૂ.૮૧.૫૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૬.૯૫ વધીને રૂ.૩૫૬.૭૫, બ્લેક બોક્સ રૂ.૧૬.૮૦ વધીને રૂ.૫૩૬.૯૦, ટાટા એલક્સી રૂ.૧૯૫.૧૦ વધીને રૂ.૬૩૭૬.૪૫, આરસિસ્ટમ્સ રૂ.૧૨.૨૫ વધીને રૂ.૪૪૮.૬૦, બિરલા સોફ્ટ રૂ.૧૦.૮૫ વધીને રૂ.૪૨૯.૬૦, ટાટા ટેકનોલોજી રૂ.૧૫.૨૫ વધીને રૂ.૭૩૨, ઈમુદ્રા રૂ.૧૦.૭૫ વધીને રૂ.૭૯૮.૪૫, વિપ્રો રૂ.૩.૩૫ વધીને રૂ.૨૫૭.૫૦, ટીસીએસ રૂ.૨૯.૬૦ વધીને રૂ.૩૨૫૨.૮૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૭૮.૩૫ પોઈન્ટ વધીને ૬૩૭૭૫.૨૬ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૧૨૦ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૫૫૫ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૧૨૦.૪૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૧,૫૫૩.૦૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૪૩૨.૫૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૫૫૫.૦૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૭૧૦.૮૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૧૫૫.૮૦ કરોડની વેચવાલી કરી હતી.
સારા ચોમાસાએ એફએમસીજી શેરોમાં વધતું આકર્ષણ : પરાગ મિલ્ક, પતંજલિ, મનોરમા, સનડ્રોપમાં તેજી
ચોમાસું દેશભરમાં સામાન્યથી સારૂ નીવડી રહ્યું હોઈ અને રિટેલ ફુગાવાનો આંક પણ ઘટીને આવતાં પોઝિટીવ પરિબળે ફંડોનું એફએમસીજી શેરોમાં પસંદગીનું આકર્ષણ વધતું જોવાયું હતું. મનોરમા રૂ.૯૬.૩૦ વધીને રૂ.૧૬૦૮.૧૦, કયુપીડ રૂ.૭.૧૫ વધીને રૂ.૧૩૩.૪૫, પરાગ મિલ્ક રૂ.૧૦.૧૦ વધીને રૂ.૨૩૭.૭૦, પતંજલિ ફૂડ રૂ.૬૭.૮૦ વધીને રૂ.૧૭૪૩.૧૫, સનડ્રોપ રૂ.૩૩.૮૦ વધીને રૂ.૮૯૪.૧૫, ડોમ્સ રૂ.૮૫ વધીને રૂ.૨૪૧૮.૮૫, ગોડફ્રે ફિલિપ રૂ.૩૨૧.૪૦ વધીને રૂ.૯૩૬૧.૫૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૬૫.૬૯ પોઈન્ટ વધીને ૨૦૭૭૯.૨૩ બંધ રહ્યો હતો.