Business

ક્રૂડતેલ ઉછળીને ૧૦૧ ડોલર નજીક પહોંચ્યું: ચાંદીમાં રૂ.૭૦૦૦નો ઉછાળો

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત દેશના ઝવેરી બજારોમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. રૂપિયાના ઘટાડા અને ડોલરના ઉછાળાને કારણે આયાત ખર્ચ વધ્યો. પ્લેટીનમનો ભાવ 10 ગ્રામના રૂ.65,000ને પાર કરી ગયો. ઈરાન-અમેરિકાના ઘર્ષણ અને ક્રૂડતેલના ભાવ 100 ડોલર ઉપર જતાં સોનામાં વધુ ઉછાળો આવ્યો હતો. અમદાવાદમાં સોનું રૂ.500 અને ચાંદી રૂ.7000 ઉછળી.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડતેલ ઉછળીને ૧૦૧ ડોલર નજીક પહોંચ્યું: ચાંદીમાં રૂ.૭૦૦૦નો ઉછાળો

રૂપિયો તૂટતાં તથા ડોલર ઉછળતાં દેશના ઝવેરી બજારોમાં તેજીનો પવન ફૂંકાયો: પ્લેટીનમ રૂ.૬૫ હજાર કૂદાવી ગયું
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. પ્લેટીનમના ભાવ પણ ઉંચા બોલાતા થયા હતા. વિશ્વ બજાર વધતાં તથા મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધી નોંધાઈ હતી અને તેનિી ઈમ્પેકટ બજાર ભાવ પર પણ જોવા મળી હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી ૧૦૦ ડોલર ઉપર જતાં તેની ઈમ્પેક્ટ સોનાના ભાવ પર દેખાઈ હતી.
ઈરાન-અમેરિકાના ઘર્ષણમાં સાઉદી અરેબિયા પર પણ ઈરાને હુમલો કરતાં વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલના ઉંચાંમાં ૧૦૧ ડોલર નજીક પહોંચી ગયાના સમાચાર દરિયાપારથી મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાનાભાવ ઔંસના ૪૪૦૪ વાળા વધી ૪૪૧૫ થઈ ૪૪૦૭થી ૪૪૦૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦ વધ્યા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૭૦૦૦ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંસના ૬૬.૨૦થી વધી ૬૭.૦૦ ડોલર થઈ ૬૬.૩૩થી ૬૬.૩૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ વધી બેરલના ૧૦૦.૯૫ ડોલર ૧૦૦.૬૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૯૫.૬૫ થઈ ૯૫.૫૨ ડોલર રહ્યા હતા. ક્રૂડ વધતાં મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલર સામ ે રૂપિયો ગબડયો હતો.
દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૭૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૪૦૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૪૦૦ વધી ૯૯૫ના રૂ.૧૫૨૮૭૧ તથા ૯૯૯ના રૂ.૧૫૩૪૮૬ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૪૦૦ વધી રૂ.૨૩૫૨૪૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ઉંચામાં ૧૮૬૬ થઈ ૧૮૫૭થી ૧૮૫૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધી રૂ.૬૫૪૮૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના જો કે ૧૩૭૫ વાળા ઘટી ૧૩૪૪ ડોલર થઈ ૧૩૫૫થી ૧૩૫૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ટોચ પરથી એક ટકો નરમ રહ્યા હતા.